- કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું ભણતર શરૂ
- સરકાર દ્વારા તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા
- બ્રિજ કોર્ષનું પણ નિર્માણ કરવામાં આવ્યું
અમદાવાદ: કોરોનાને લીધે વિદ્યાર્થીઓની સ્વાસ્થય સલામતીને ધ્યાનમાં લઈને ઓનલાઇન શિક્ષણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે ક્યાંય કચાસ રહી ગઈ હોય અથવા ટેક્નિકલ કારણોસસર અભ્યાસક્રમનું અધ્યયન કરવામાં મુશ્કેલી પડી હોય તેના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા બ્રિજ કોર્ષનું નિર્માણ કરવામા આવ્યું છે. આ બ્રિજ કોર્ષ માટે શિક્ષકોને તાલીમ પણ આપવામા આવી છે. જેથી કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવી શકે અને માર્ગદશન આપી શકે. જો કે તે તાલીમ હવે પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં થઈને અંદાજે 5.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.
સ્કૂલ શરૂ થતાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે
હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે સ્કૂલો શરૂ થશે તો DEO દ્વારા દરેક સ્કૂલમાં ચેકીંગ વિદ્યાર્થીઓની સલામતીને લઈ ચેકીંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાસ્થય સંબધી માર્ગદર્શન આપવામા આવશે. તેમજ દરેક સ્કૂલમાં કઈ રીતે વિદ્યાર્થીઓને ભણાવાય છે તે પણ જોવામાં આવશે જેવી બાબતોને લઈને DEO દ્વારા કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે