ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો ફાયર ફાઈટિંગ કઈ રીતે કરવું: હાઈકોર્ટ

અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડની રકમ તેમના ખિસ્સામાંથી વસુલવામાં આવે એવી માંગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે એડ્વોકેટ જનરલને વેધક સવાલ કરતા પૂછ્યું કે, ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો, ફ્રી ફાયર ફાઈટિંગ કેવી રીતે કરવું? અને કોને તાલીમ આપવામાં આવી છે.

ETV BHARAT
ખાનગી હોસ્પિટલમાં આવી લાગે તો ફાયર ફાઈટિંગ કઈ રીતે કરવું

By

Published : Aug 17, 2020, 11:33 PM IST

Updated : Aug 18, 2020, 6:06 AM IST

અમદાવાદ: હાઈકોર્ટે શ્રેય અગ્નિકાંડ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ફાયર ઓફિસરને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. ફાયર સેફટી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બાકાત રાખવાની આ બાબતને હાઇકોર્ટે ગંભીર ગણાવી છે. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, લોકો આ સુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યા છે. હાઈકોર્ટે ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે રાજ્ય સરકારની અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે.

ખાનગી હોસ્પિટલમાં આવી લાગે તો ફાયર ફાઈટિંગ કઈ રીતે કરવું

ગત મંગળવારે જસ્ટિસ આર.એમ છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે નોટ-બીફોર મી એટલે કે સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરતા નથી. અનેકવાર રજૂઆત કરાઈ છતાં આ મુદ્દે ધ્યાન અપાતું નથી અને પરિણામે આવી દુર્ઘટના સર્જાય છે. જેમાં લોકોના જીવ ભોગ લેવાય છે. અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, આ દુર્ઘટનાના જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના કોરોના વોર્ડમાં મધ રાત્રે 3 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી અને તેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા હતા.

Last Updated : Aug 18, 2020, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details