અમદાવાદઃ સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથે એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરીને ખંડણી લીધી છે. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ: હની ટ્રેપ કરી યુવકનું અપહરણ અને ખંડણી માંગનારા 6 આરોપીની ધરપકડ - અમદાવાદમાં હની ટ્રેપ
સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથે એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરીને ખંડણી લીધી છે. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.
આરોપી યુવતીએ પોતાના પ્રેમી અને અન્ય લોકોને સાથે મળી ફરિયાદી સાથે ગુનાને અંજામ આપ્યો છે. આરોપીઓ ભેગા મળીને એક જમીન દલાલને પ્રેમ જાળમાં ફસાવી તેને મળવા બોલાવ્યા હતા. ફરિયાદી જયારે યુવતી સાથે સોલા વિસ્તારમાં બેઠો હતો, ત્યારે આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી 1 લાખ રોકડ રૂપિયા અને 2 તોલા સોનું લૂંટી લીધું હતું.
આરોપી યુવતી શરૂઆતમાં સોફ્ટ ટાર્ગેટ શોધી ફરિયાદીને એક મેસેજ કર્યો હતો. ત્યારબાદ આરોપી મહિલાએ ફરિયાદીને ફ્રેન્ડ શિપ માટે ઓફર કરી હતી. સોલા પોલીસે હાલ 6 લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જેથી તેની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.