અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારે કેન્દ્રિય ગૃહપ્રધાનના નાયબ સચિવ સુનીલ બારેજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્રિય ગૃહ પ્રધાનના મત વિસ્તાર અને દત્તક લીધેલા ગામ માણકોલ અને મોડાસર ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર અને દત્તક ગામ માણકોલ અને મોડાસરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઇ - District Collector
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારે કેન્દ્રિય ગૃહપ્રધાનના નાયબ સચિવ સુનીલ બારેજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્રિય ગૃહ પ્રધાનના મત વિસ્તાર અને દત્તક લીધેલા ગામ માણકોલ અને મોડાસર ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગ્રામ સડક યોજના, ઉજવલ્લા યોજના, નલ સે જલ યોજના, સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિશેષ આરોગ્ય શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કે.કે નિરાલા અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશે વિકાસ કાર્યો અને વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલી કામગીરીની સઘળી માહિતી આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. વોરા, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.