- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત્તશાહ આવશે અમદાવાદ
- આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ
- આવતીકાલે નારણપુરા ખાતે બંધાવશે રાખડી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત્તશાહ અમદાવાદમાં ઉજવશે રક્ષાબંધન
ગૃહપ્રધાન અમિતશાહ તહેવારો પરીવાર સાથે અમદાવાદમાં ઉજવવાનું પસંદ કરે છે. આવતીકાલે રક્ષાબંધનનો પર્વ હોવાથી તેઓ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે. પોતાની બે બહેન પાસે રાખડી બંધાવશે અને દિલ્હી જવા રવાના થશે.
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના વતન અમદાવાદ અવારનવાર આવતા રહે છે. આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે તેઓ તહેવારની ઉજવણી કરવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. આજે મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
નારણપુરા બહેન પાસે બંધાવશે રાખડી
અમિત શાહ તહેવારો અમદાવાદમાં ઉજવવાનું પસંદ કરે છે. તાજેતરમાં રથયાત્રા સમયે તેઓ જગન્નાથ મંદિર આવ્યા હતા અને સહપરિવાર ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. ઉત્તરાયણે પણ તેઓ અમદાવાદ આવીને પતંગ ઉડાડવા આવતા હોય છે. ગઈ વખતે પણ તેમણે પોતાની બે બહેનના પરીવાર સાથે નારણપુરા ખાતે પતંગ ઉડાડયો હતો અને આવતીકાલે તેઓ રક્ષાબંધન પણ પોતાની બહેનના ત્યાં રાખડી બંધાવીને ઉજવશે.
રાખડી બંધાવી દિલ્હી પરત ફરશે અમિત શાહ
આજે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત્ત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવશે. વહેલી સવારે પોતાની બહેનને ત્યાં રાખડી બંધાવીને તેઓ તુરંત જ દિલ્હી પરત ફરશે.