અમદાવાદઃ ગૃહપ્રધાને શુક્રવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેરના અંદાજે 176 કરોડ તથા અમદાવાદ જિલ્લાને 45 કરોડ મળી કુલ 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈષ્ણોદેવી સર્કલ, મકરબા, મક્તમપુરા એમ ચાર સ્થળોએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કયું હતું.
કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ 221 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રિય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે, હાલના વિપરીત કાળમાં લોકસહયોગથી દેશમાં જનજીવન પૂર્વવત કરીને ભારતે વિકસિત દેશો માટે પણ આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરેલા 'જાન ભી- જહાન ભી'ના મંત્રને ચરિતાર્થ કરી પરિસ્થિતિઓને પૂર્વવત કરવામાં દેશની 130 કરોડ જનતાએ જે રીતે વહીવટી તંત્રને સાથ આપ્યો છે તે અત્યંત પ્રશંસનીય છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ 221 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું લોકાર્પણ થયેલા વિકાસ કામો લોકોની સેવામાં કારગત નીવડે તથા ખાતમુહૂર્ત કરેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આજે થયેલા વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ/ ખાતમૂહૂર્તમાં 176 કરોડના વિકાસકાર્યો અમદાવાદ મહાનગરપાલીકાના અને 45 કરોડના વિકાસ કામો અમદાવાદ ગ્રામ્યમાં સમાવિષ્ટ છે. તેમણે કહ્યું કે, કોરોનાના રોદણા રોયા વિના હવે કોરોના સાથે, કોરોના સામે જીવન જીવવાની નવી શૈલી આપણે ઊભી કરી દીધી છે. કોરોનાના સંક્રમણના 4 મહિનામાં રાજ્યભરમાં 10 હજાર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતથી ગુજરાતે વિકાસની સ્થિતી પૂર્વવત અને વેગવંતી બનાવી છે.
કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ 221 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે કોઇ વિકાસ કામ કોરોનાની વિપરીત સ્થિતીમાં પણ અટકે નહિ તે માટે 1065 કરોડ નગરો-મહાનગરોને એટ વન કલીક ડીઝીટલ આપ્યા છે. ગ્રામીણ અને શહેરી બેય ક્ષેત્રોના સર્વાંગી-સમ્યક વિકાસથી ગામો સુવિધાયુકત અને શહેરો વિશ્વ કક્ષાના બનાવ્યા છે.
કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ 221 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું ગૃહપ્રધાનએ વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા-જુદા વ્યાસની એમ.એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાખવાનું કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે 15.02 કરોડના ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં મકરબા પોલીસ લાઇન પાસે 24.99 ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ અને છારોડી ગામ તળાવને 5.26 કરોડના ખર્ચે ઈ-ખાતમૂહૂર્ત કર્યું હતું.
તેમણે અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકા ખાતે 1700 લાખથી વધુ ખર્ચે તૈયાર 240થી વધુ મકાનોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત માણકોલ અને મોડાસર ગામમાં ઘન કચરાના નિકાલ અને ટ્રેક્ટર માટે 20 લાખની સહાય તથા સર્વ શિક્ષા અભિયાન હેઠળ 108 લાખના ખર્ચે 12 વર્ગખંડનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
ગૃહપ્રધાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કુલ 123 લાખના 59 કામોનું લોકાર્પણ, 25 લાખના ખર્ચે માણકોલ ચોકડી ખાતે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 240 મકાનોનું બાવળા નગરપાલિકા ખાતે લોકાર્પણ, બાવળા અને સાણંદ તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અંતર્ગત માર્ગનિર્માણ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું.