ગુજરાત

gujarat

ETV Bharat / city

અતિશય ગરમીના પ્રકોપથી કબૂતરોનો હાલ થયો બેહાલ - gujarat

અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. માનવજાત બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. ત્યારે અમદાવાદના પાંજરાપોળ ખાતે મુલાકાત લેતા તેમાં અંદાજિત 200 થી 250 જેટલા કબૂતરો જોવા મળ્યા હતા.

અતિશય ગરમીના પ્રકોપથી કબૂતરો બેહાલ

By

Published : May 28, 2019, 3:16 PM IST

અતિશય ગરમીના કારણે અમદાવાદના આસપાસના વિસ્તારોમાંથી પાંજરાપોળમાં દરરોજ આશરે 50 જેટલા કબુતરો હીટ સ્ટ્રોક લાગવાના કારણે લાવવામાં આવે છે. જેને પાંજરાપોળના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા યોગ્ય તાપમાન મેન્ટેન કરી ને રાખવામાં આવે છે. કુલર,પંખા તેમજ ખસની પટ્ટીઓ પર પાણી છાંટીને ટેમ્પરેચર નીચું રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અતિશય ગરમીમાં મૃતપ્રાય બનેલા અબોલ પક્ષીઓને પાંજરાપોર ડોક્ટરો દ્વારા નવજીવન આપવામાં આવે છે.

અતિશય ગરમીના પ્રકોપથી કબૂતરો બેહાલ

ABOUT THE AUTHOR

...view details