ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો અમદાવાદનો ઇતિહાસ, કઈ રીતે બન્યું મેટ્રો સીટી

અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. અમદાવાદ 1960 થી 1972 સુધી રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, ત્યારે શું છે અમદાવાદ શહેરનો ઇતિહાસ જુઓ વિશેષ અહેવાલમાં.......

અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર
અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર

By

Published : Dec 28, 2020, 8:02 PM IST

  • અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર
  • અમદાવાદ 1960થી 1972 સુધી રાજ્યનું પાટનગર હતું
  • અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411માં અમદાવાદ શહેરનો પાયો માણેક બુરજ પાસે નાખ્યો હતો

અમદાવાદઃ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું હતું, જ્યાં કોર્ટ નગરપાલિકા વગેરેની સ્થાપના થઈ હતી. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું માનચેસ્ટર પણ કહેવાતું હતું. મે ૧૯૬૦માં નવા બનેલા ગુજરાત રાજ્યનું અમદાવાદ પાટનગર હતું, ત્યારબાદ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં પણ અમદાવાદની મહત્વતા એટલે જ રહી હતી. સામાન્ય રીતે અત્યારે અમદાવાદ વાણિજ્યિક પાટનગર અને ગાંધીનગર રાજકીય પાટનગર કહેવામા આવે છે.

અમદાવાદ રાજ્યનું સૌથી શહેર

ત્રણ ભાગમાં વહેંચાયેલું છે શહેર

ઈતિહાસથી જો વાત કરે તો પહેલેથી જ અમદાવાદ શહેરને વ્યાપારી કેન્દ્ર કહેવાય છે. જૂનું અમદાવાદ સાબરમતી નદીની વચ્ચે વસેલુ છે, તો બીજી તરફ રેલ્વે લાઈનની પૂર્વક બાજુ ઔધોગિક વિકાસ થયો. નવા શહેર તરીકે નદીના પશ્ચિમ દિશામાં વિકાસ થયેલો છે. અમદાવાદને એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર પણ કહી શકાય.

અમદાવાદ રાજ્યનું સૌથી શહેર

અમદાવાદ શહેરનું મહત્વ

અમદાવાદમાં રાજકીય ક્ષેત્રે સરદાર પટેલે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. તો બીજી તરફ મહાત્મા ગાંધીએ પશ્ચિમ તરફ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અને સાબરમતી વિસ્તારમાં એક આશ્રમ સ્થાપ્યો હતો.

અમદાવાદ

રિવરફ્રન્ટથી અમદાવાદની રોનક બદલાઈ

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજનાનો વિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ શહેરની રોનક બદલાઈ ગઈ છે. હાલમાં નાગરિકોને ચાલવા માટે રિવર ફ્રન્ટનો રસ્તો પણ ઉપયોગમાં લેવા માટે તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવરફ્રન્ટમાં મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટરબોટની સવારી પણ કામ કરી રહી છે.

અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર

અમદાવાદનું રાજકીય મહત્વ

સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદથી જ પોતાનું રાજકીય ક્ષેત્ર શરૃ કર્યું હતું. તો બીજી તરફ મહાત્મા ગાંધીએ પણ સાબરમતી નદીના પશ્ચિમ કિનારે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અને બીજા આશ્રમની સ્થાપના વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં કરી જે હાલ ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.

અમદાવાદની સ્થાપના 1411માં થઈ

અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411માં અમદાવાદ શહેરનો પાયો માણેક બુરજ પાસે નાખ્યો હતો. અને તેને નવી રાજધાની તરીકે 4 માર્ચ 1817ના રોજ નક્કી કરી હતી. સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કરવામાં આવ્યો હતો, તે દરમિયાન બનેલા બનાવને એક લોકપ્રીય કહેવતમાં વર્ણવવામાં આવ્યો છે. જે કહેવત છે કે, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા..

2005માં અમદાવાદ મેગા સિટી તરીકે થયુ જાહેર

અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું ગુજરાતનું એકમાત્ર મેટ્રો સિટી છે, ત્યારે અમદાવાદમાં વેપાર-ઉદ્યોગ ખુબ જ ઉચ્ચ શિખરે હોવાથી અમદાવાદને ઔદ્યોગિક પાટનગર તરીકે પણ જાહેર કરાયું છે. વર્ષ 2005માં અમદાવાદને મેગા સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સ્થાપના

વર્ષ 1850માં સરકારે કાયદો કર્યો કે, જે લોકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાપવા માગતા હોય તેમને સરકારને અરજી કરવી પડશે. તે દરમિયાન 18 ઓગસ્ટ 1852ના રોજ 271 અગ્રગણ્ય નાગરિકો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવા માટે અરજી કરી હતી અને તારીખ 11 નવેમ્બર 1856 ના રોજ પ્રથમ સ્થાનિક સ્વરાજ માટે 30 સભ્યોનું કમિશન નિમાયું હતું.

નગર યોજનાની શરૂઆત 1916માં કરવામાં આવી

1916માં સરપેત્રીસ જેડીસ અમદાવાદમાં આવ્યા હતા અને આ સમય દરમિયાન નગર રચનાનો કાયદો એટલે કે ટાઉન પ્લાનિંગ એક્ટ અમલમાં આવ્યો, ત્યારબાદ જમાલપુર દરવાજા કાંકરિયા અને એલિસબ્રિજ વિસ્તારની નગર યોજના કરવામાં આવી.

વિસ્તારની સાથે-સાથે વોર્ડની સભ્ય સંખ્યામાં વધારો

અમદાવાદ શહેરનો વિસ્તાર વધતો ગયો તેમ તેમના વોર્ડની સંખ્યા અને સાથે જ સભ્યોની સંખ્યા પણ વધતી ગઈ. વર્ષ 1961થી કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં ફક્ત 15 વોર્ડ હતા અને 70 સભ્યો હતા. વર્ષ 2015 માં 64 વોર્ડ અને સભ્ય સંખ્યા 192 થઈ હતી. ત્યાર બાદ હવે વર્ષ 2020માં નવા ઉમેરાયેલા બોર્ડમાં પણ સભય સંખ્યામાં વધારો થશે

ચૂંટાયેલી પાંખ દ્વારા થતાં વહીવટી તંત્રમાં હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઉપરાંત 14 જેટલી વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરનો વિસ્તાર ઘણો મોટો હોવાના કારણે ઘરઆંગણે સેવા મળી રહે તેવા આશયથી તંત્રનું વહીવટી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું તે મુજબ કોર્પોરેશનના તંત્રને હાય ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનમાં અલગ-અલગ ઇલેક્શન વોર્ડનો પણ સમાવેશ કરાયો છે.

અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને દેશમાં વસ્તી પ્રમાણે પાંચમાં નંબરનું શહેર

ABOUT THE AUTHOR

...view details