ગુજરાત

gujarat

ETV Bharat / city

High Price of Kites 2021 : અમદાવાદ પતંગ બજારમાં 30થી 40 ટકા પતંગો ઓછી બની જાણો કેટલા ભાવ વધ્યા - પતંગોના ઊંચા ભાવ 2021

પતંગ બનાવવામાં હબ ગણાતા અમદાવાદના પતંગ બજારમાં (Ahmedabad kite market 2021) આ વર્ષે પણ મંદી દેખાઈ રહી છે. જોકે આ વર્ષે પતંગોના ભાવમાં 30 ટકા જેવો જંગી વધારો (High Price of Kites 2021) થયો છે. અમદાવાદીઓની 2022ની ઉત્તરાયણ (Uttrayan 2022) વધુ મોંઘી બનશે.

High Price of Kites 2021 : અમદાવાદ પતંગ બજારમાં 30થી 40 ટકા પતંગો ઓછી બની જાણો કેટલા ભાવ વધ્યા
High Price of Kites 2021 : અમદાવાદ પતંગ બજારમાં 30થી 40 ટકા પતંગો ઓછી બની જાણો કેટલા ભાવ વધ્યા

By

Published : Dec 24, 2021, 6:29 PM IST

અમદાવાદઃ ભારતભરમાં પતંગનું મોટું માર્કેટ અને હબ અમદાવાદ (Ahmedabad kite market 2021) માનવામાં આવે છે. જ્યાં વર્ષ દરમિયાન 40 કરોડથી વધુ પતંગો બનતી હોય છે. ત્યારે કોરોનાના કારણે આ વર્ષે પણ અંદાજિત 30થી 40 ટકા જેટલી પતંગો ઓછી બની છે. પતંગના કાગળ અને મટીરીયલના ભાવ વધ્યા હોવાથી તેમજ પતંગો ઓછી બનવાના કારણે ડિમાન્ડ ભારતના અન્ય રાજ્યોમાં વધી હોવાથી પતંગોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો (High Price of Kites 2021) થયો છે. જેથી પતંગ રસિયાઓને આ વર્ષે વધુ રકમ ચુકવીને પતંગો ખરીદવી (Uttrayan 2022) પડશે.

5,000 હજાર પરિવાર બનાવે છે પતંગો

અમદાવાદમાં જમાલપુર, મિરઝાપુર, બહેરામપુરા, રામ રહીમનો ટેકરો, અલ્લાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં 3થી 5 હજાર જેટલા પરિવારો પતંગ બનાવવાનું કામ કરે છે. અહીં પતંગને એક ગૃહઉદ્યોગ તરીકે લોકો પહેલાથી જ કામ કરતા આવ્યા છે. અહીં સેકન્ડોમાં પતંગો બનીને તૈયાર કરાય છે. જેના હોલસેલના મોટા વેપારીઓ પણ જમાલપુર, કાલુપુર બજારમાં પતંગો વેચતા હોય છે. અહીંની પતંગો ભારતનાં અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે (Ahmedabad kite market 2021) વેચાતી હોય છે.

પતંગ બનાવવાનું કામ આખા વર્ષ દરમિયાન ચાલતું હોય છે

પતંગ બનાવવાનું કામ આખા વર્ષ દરમિયાન ચાલતું હોય છે. ત્યારે ઉત્તરાયણ(Uttrayan 2022) નજીક આવે ત્યારે હોલસેલ વેપારીઓ ડિસેમ્બર મહિનામાં 60થી 70 ટકા પતંગનો વેપાર (Ahmedabad kite market 2021) કરતા હોય છે. ત્યારે આ સિઝનમાં પણ વેપારીઓ અત્યાર સુધી 60 ટકાથી વધુ વેપાર કરી દીધો છે. જોકે વેપારીઓનું કહેવું છે કે, અન્ય બે વર્ષની સરખામણીએ આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને પતંગો ઓછી (High Price of Kites 2021) છે.

આ વર્ષે પતંગોના ભાવમાં 30 ટકા જેવો જંગી વધારો

100 પતંગનો ભાવ રૂપિયા 400 હતો તે 525 સુધી પહોંચ્યો

છેલ્લી ત્રણ પેઢીથી પતંગનો વેપાર કરતા જમાલપુરના રાજુ ભાઈ પતંગવાલાએ જણાવ્યું હતું કે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં પતંગ બનાવવાનું કામ થતું હોય છે. જેમાં 70 ટકા મહિલા કારીગર છે જેઓ પતંગ બનાવે છે. આ વર્ષે પતંગના ભાવ 30 ટકા જેટલા વધ્યા (Ahmedabad kite market 2021) છે. કાગળની પતંગ રૂ 5થી નીચે નહીં મળે અને પ્લાસ્ટિકની પતંગ 2 રૂપિયાથી શરૂ થશે. જેથી ચીલ 100 પતંગનો ભાવ રૂપિયા 400 હતો તે 525 સુધી પહોંચ્યો છે. પતંગના આ વખતે ભાવ વધ્યા (High Price of Kites 2021) છે અને પતંગ વધુ ન બનાવવાના કારણે ડિમાન્ડ પણ વધુ છે.

આ પણ વાંચોઃ ઉતરાયણના પર્વેને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, પતંગ બજારમાં 10થી 15 ટકાનો ભાવ વધારો

અહીંથી પતંગ બની દેશના અન્ય રાજ્યોમાં પણ વેચવામાં આવે છે

રાજુભાઈ પતંગવાલાએ જણાવ્યું હતું કે "અમદાવાદમાં 40 કરોડથી 50 કરોડ પતંગો દર વર્ષે બને છે. ઉતરાયણ પૂરી થયાના ફેબ્રુઆરી મહિનામાં પતંગ બનાવવાનું શરૂ થાય છે. ત્યારે આ કામ વર્ષ દરમિયાન ચાલતું રહે છે. અહીંથી પતંગ બની દેશના અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે પતંગના વેપાર પણ અસર પડી છે. કેમકે જે લોકો પતંગ બનાવતા હતા તે કોરોનાના કારણે અહીં શરૂઆતમાં કામના હોવાથી અન્ય કામ સાથે જોડાઈ ગયા. જેથી લેબર વર્ક વધી ગયું અને કારીગરો ઓછા થઈ ગયા તેમજ મટીરીયલનો ભાવ પણ વધ્યા છે જેના કારણે પતંગના ભાવ વધ્યા (Ahmedabad kite market 2021) છે. અમદાવાદમાં 500થી વધુ ટ્રેડર એટલે કે મોટા વેપારીઓ હશે. પરંતુ આ વર્ષ (Uttrayan 2022) આ વખતે સારું છે."

પતંગોનું ઉત્પાદન ઓછું છે અને માગ વધુ છે

GST ના કારણે મુશ્કેલી પડે છે

તેમણે વધુમાં કહ્યુ, "પહેલાં જીએસટી નહોતો જ્યારથી જીએસટી આવે છે ત્યારથી જીએસટી વગર મટીરીયલ મળતું નથી. પતંગ બનાવવા માટે જે સળીનો ઉપયોગ થાય છે તેના વાંસ આસામથી આવે છે અને કલકત્તામાં તેનું મોટું બજાર છે જે લેવા માટે પણ (Ahmedabad kite market 2021) જીએસટી લેવામાં આવે છે. જેથી વધુ કિંમત ચૂકવવી (High Price of Kites 2021) પડે છે. મહિલાઓ ગૃહઉદ્યોગ તરીકે પતંગ તેમના ઘરે જ બનાવે છે. જેથી આ એક ગૃહઉદ્યોગ જેવો વેપાર કહી શકાય, પરંતુ જીએસટી નીકળી જાય તો સારું જેથી વેપારીને મુશ્કેલીનો સામનો ન કરવો પડે."

આ પણ વાંચોઃ મંદીએ કાપ્યો નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ

અત્યાર સુધી 50થી 55 ટકા જેટલો વેપાર અમે કરી લીધો છે

જમાલપુરના અન્ય વેપારી એવા અયુબખાન પઠાણે જણાવ્યું હતું કે, "અમે જમાલપુરમાં છેલ્લા 25 જેટલા વર્ષથી પતંગના ઉદ્યોગ સાથે (Ahmedabad kite market 2021) સંકળાયેલા છીએ. આ વખતે કારીગરો ઓછા હોવાના કારણે પતંગો ઓછા બન્યા છે. અત્યાર સુધી 50થી 55 ટકા જેટલો વેપાર (Uttrayan 2022) અમે કરી લીધો છે. કારીગરો ઓછા હોવાના કારણે પતંગ ઓછી (High Price of Kites 2021) બની છે જેની સામે ડિમાન્ડ વધુ છે."

ABOUT THE AUTHOR

...view details