- ગ્રાહકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી
- ખરીદી પર કેરીબેગના 10 રૂપિયાનો ચાર્જ લેતા હાઇકોર્ટે દંડ ફટકાર્યો
- કેરીબેગના 10 રૂપિયા ફરિયાદ કર્યા તારીખથી 8 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ
અમદાવાદ:હાઇકોર્ટમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, આજ દિન સુધી ન તો તમે સાંભળ્યો હશે કે ન તો જોયો હશે.આપને જણાવી દઈએ કે શ્યામલ વિસ્તાર ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીએ જાહેરાત કરવા માટે અલગ અલગ તમામ શાખાઓના નામ લખેલી કેરીબેગ 10-10 રૂપિયા આપવામાં આવે છે. તેને લઈને એક ગ્રાહક સામનની ખરીદી કરતા વધુના 10 રૂપિયા કેરીબેગ ( Carry Bag )ના રૂપિયા જાણ બહાર વસુલ કર્યાં હતા. આથી, હાઇકોર્ટ ( Gujarat High Court ) માં ફરિયાદ કરવામાં આવતા કોર્ટે કંપની વિરુદ્ધ કેરીબેગના 10ના 8 ટકા લેખે દંડ ચૂકવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ પેટે પણ રૂપિયા 1,000 અને ફરિયાદીને થયેલા 500 રૂપિયા ખર્ચ પેટે પણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.
આ પણ વાંચો:સાબરકાંઠાના ગાંધીપુરામાં અચરજ પમાડે તેવો કિસ્સો આવ્યો સામે, વાંચો આ અહેવાલમાં
કેરીબેગના 10 રૂપિયાનો ચાર્જ લેતા હાઇકોર્ટમાં ફરિયાદ
શ્યામલ વિસ્તાર ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીએ જાહેરાત કરવા માટે અલગ અલગ તમામ શાખાઓના નામ લખેલી કેરીબેગના 10 રૂપિયા વધુ ચાર્જ લેતા એક ગ્રાહકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતા મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, ફરિયાદી મૌલિન પંકજ ફળિયાને શ્યામલ ખાતે આવેલી બ્રાન્ડ ફેક્ટરીમાંથી રૂપિયા 2486.92ની ખરીદી કરતા વધુના 10 રૂપિયા કેરીબેગના જાણ બહાર વસુલ કરતા કોર્ટે દંડ ફટકાર્યો છે.