અમદાવાદ: હાઈકોર્ટે રાજીવ ગુપ્તા, હરિત શુક્લ, ધોલેરા SIR (Special Investment Region Development Authority ) ડેવલોપમેન્ટ ઓથોરિટીના CEO સહિતનાઓને કોર્ટના તિરસ્કારનો બદલ કારણ દર્શક નોટિસ (High Court notice to Dholera ) ઇશ્યુ કરી હતી, ખેડૂતોની જમીનમાંથી રસ્તો બનાવવાની શરુ કરાયેલી કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટનો આદેશ હોવા છતાં SIR ડેવલપમેન્ટ ઓથોરીટીએ કામગીરી યથાવત રાખતા સ્થાનિક ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
હાઇકોર્ટે આપ્યો હતો સ્ટે
અગાઉ પણ જ્યારે ખેડૂતો હાઇકોર્ટના શરણે (Farmer in high court for dholera) આવ્યા હતા તે સમયે ખેડૂતોની રજૂઆત સાંભળી હાઈકોર્ટે પ્રોજેક્ટ ઉપર જ્યાં સુધી આદેશ ન કરે ત્યાં સુધી સ્ટે આપ્યો હતો. આમ કોર્ટે ખેડૂત તરફે મનાઈ હુકમ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટના મનાઈ હુકમ બાદ પણ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાતા કોર્ટમાં ફરિવાર અરજી કરવામાં આવી હતી.