નરોડા ખાતે આવેલી ડી- કોલોનીના બન્ને બ્લોકમાં રહેનારા 64 પરિવારો વતી હાઇકોર્ટમાં દાખલ રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશન દ્વારા કોઈપણ વૈકલ્પિક રહેઠાણ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વગર તેમના બાંધકામ તોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી RTI પ્રમાણે કોર્પોરેશન દ્વારા બ્લોક નંબર 11 અને 12 જર્જરિત સ્થિતિમાં હોવાથી તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેનો ક્વોલિટી સ્ટ્રક્ચરલ રિપોર્ટ કાઢવામાં આવ્યો નથી તથા તેના વગર બાંધકામ તોડવાની કામગીરી 3 અને 4 જાન્યુઆરીના રોજ પોલીસ પ્રોટેક્શન સાથે આરંભવાની હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટે તેના પર વચગાળાનો સ્ટે આપી દીધો છે.
સ્ટ્રકચરલ રિપોર્ટ વગર કોર્પોરેશને નોટિસ ફટકારતા હાઈકોર્ટે બાંધકામ તોડવા મુદ્દે વચગાળાનો સ્ટે આપ્યો - ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદ: નરોડા ખાતે આવેલી ડી- કોલોનીના 2 બ્લોકના સ્ટ્રક્ચર રિપોર્ટ વગર તેને તોડી પાડવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ સામે બ્લોકમાં રહેનારા 64 પરિવારો પૈકી હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એ.પી.ઠાકરે બાંધકામ તોડવા સામે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશનને અસરગ્રસ્ત બ્લોકનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.
સ્ટ્રકચરલ રિપોર્ટ વગર કોર્પોરેશને નોટિસ ફટકારતા હાઈકોર્ટે બાંધકામ તોડવા મુદ્દે વચગાળાનો સ્ટે આપ્યો
અરજદારોએ હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ડી-કોલોનીમાં આવેલા બ્લોક 13ના રહીશોના મકાન ખાલી કરાવી તેમને સીલ મારી દેવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી બાંધકામ તોડવામાં આવ્યું નથી. સરકાર હાઉસિંગ સ્કીમના રીડેવલપમેન્ટ માટે આ કરતી હોવાનું સામે આવ્યું છે.