અમદાવાદ: આ અંગે ડૉ. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, આ ઓપરેશન થિયેટર વડે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી શકાશે. ઈએનટી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે.
આ સાથે જ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, ખુલ્લુ મૂકવામાં આવેલું આ ઓપરેશન થિયેટર ખુબ જ અત્યાધુનિક છે. ઓટોમેટેડ સેન્સર ઓરિએન્ટેડ ડોર, સેન્સર સેક્શન યુનિટ, કોલ્ડ શેડો લાઈટ એટલે કે ઓપરેશન કરતી વખતે પડછાયો ના પડે તેવી લાઈટ, લેમિનાર એરફ્લો, સેન્ટ્રલ એસી, ફોક્સ લાઈટ, જોઈન્ટલેસ ફિલોરિંગ સહિતની અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે.