અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી જ લોકો હવે હેલિકોપ્ટરની મજા માણી શકશે. હેલિકોપ્ટર જોય રાઈડ્સ અમદાવાદના સાબરમતી નદીના તટથી શરૂ કરવામાં આવી છે. એરોડ્રોમ સર્વિસ પ્રાઇવેટ લિમીટેડના સહયોગથી હેલિકોપ્ટર જોય રાઈડ્સનો શનિવારે પૂર્ણેશ મોદી (purnesh modi in ahmedabad) દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આપતકાલીન સેવાઓમાં જ્યારે જરૂર પડશે ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે: પૂર્ણેશ મોદી
હેલિકોપ્ટરનું ઉદ્ઘાટન રોડ- રસ્તા અને અને ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi inaugurat Helicopter Joy Rides) દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાને પ્રથમ વખત રાઇડ્સમાં પ્રવાસ કરવા જઈ રહેલા લોકોને બોર્ડિંગ પાસ આપ્યા હતા અને સૌ પ્રથમ પ્રધાને હેલિકોપ્ટરમાં પ્રવાસ કર્યો હતો. પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતના અનેક રાજ્યો અને અનેક શહેરોમાં જે પ્રમાણે એક જમાનો હતો કે બસના મારફત અમદાવાદ શહેરના દર્શન કરવા પડતા હતા પરંતુ આજે જે એરિયલ વ્યુ છે આકાશી નજારો જોવાનું મોટા મહા નગરોને હવાના મારફતે નિરીક્ષણ કરવું અથવા સમગ્ર શહેરના દર્શન કરવા જે આધુનિક જમાનાની પાંખ છે અને જે પાંખને પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યુ છે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે આપતકાલીન સેવાઓમાં જ્યારે જરૂર પડશે ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સી પ્લેન મુદ્દે પૂછાયેલા સવાલમાં પ્રધાને મૌન સેવી સમગ્ર પ્રક્રિયાને ટેન્ડર પ્રક્રિયા ગણાવી પોતાનો અને સરકારનો લૂલો લંગડો બચાવો કર્યો હતો.