- સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
- ભારે વરસાદના કારણે રેલવે સેવા પણ થઈ પ્રભાવિત
- ઓખાની ટ્રેન રદ્દ તો કેટલીક ટ્રેનનું માર્ગ પરિવર્તન
- રાજકોટ સ્ટેશન પર ફસાયેલા નાગરિકોને પાણી અને ફૂડ પેકેટનું વિતારણ
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાથી રેલ સેવા પ્રભાવિત થઈ છે. જેમાં કેટલીક ટ્રેન રદ તો કેટલીક રિશિડયુલ કરવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનોનું માર્ગ પરિવર્તન કરાયું છે.
આ પણ વાંચોઃસૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી એસટીની 122 ટ્રીપ કેન્સલ
ટ્રેનના સિડ્યુલમાં ફેરફાર
રાજકોટ અને ઓખા વચ્ચેની ટ્રેન રદ કરવામાં આવી છે. કટરાથી જામનગર વચ્ચેની માતા વૈષ્ણોદેવી ટ્રેન રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. ઓખા અને મુંબઈ વચ્ચેની સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ પાંચ કલાક મોડી ચાલી રહી છે. ઓખા અને સોમનાથ, ઓખા અને જયપુર, પોરબંદર અને મુંબઈને, રામેશ્વરમ અને ઓખાને જોડતી ગાડીઓના રૂટ બદલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃઉત્તરાખંડમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જામ્યો, ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવેને બંધ કરાયો
રેલવેની સાઇટ પરથી વધુ અપડેટ લેવા અપીલ
રાજકોટ સ્ટેશન પર ફસાયેલા પ્રવાસીઓને રેલવે દ્વારા પાણી અને ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે પ્રવાસીઓને નવા અપડેટ માટે www.enquiry.indianrail.gov.in પર આ વિસ્તારોમાં પ્રવાસ પહેલા અપડેટ જાણી લેવા માટે જણાવવામાં આવ્યું હતું.