- જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત કરવાનો મામલો
- ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
- ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ: કોર્ટ
અમદાવાદ: બુલેટ ટ્રેન (Bullet Train)ના ડેવલપમેન્ટ માટે સાબરમતી રેલવે (Sabarmati Railway) વિસ્તારમાં આવેલી જેપીની ચાલીમાં લોકોને વિસ્થાપિત (In the case of displacing people) કરવા મામલે આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ અંતર્ગત આવતા નથી, જેથી જમીન માટે ક્લેમ કરી શકે નહીં, કારણકે તેઓ જમીનના મલિક નથી.
તમામ ઘરવિહોણા લોકો માટે એક ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ: કોર્ટે
હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારની રજૂઆતો સાંભળ્યા બાદ રાજ્ય સરકારને કહ્યું હતું કે, તમામ ઘરવિહોણા લોકો માટે એક પોલિસી હોવી જોઈએ. આ સામે રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે વર્ટિકલ બિલ્ડિંગમાં આવા લોકોને રાખવા માટેની ખૂબ સરસ પોલિસી છે, પરંતુ R&R (રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ) પોલિસી અંતર્ગત માત્ર એવા લોકોને રહેણાંકની સુવિધા આપવામાં આવે છે, જેમની પાસેથી પ્રોજેક્ટ માટે જમીન લેવામાં આવી હોય અથવા તેઓ પ્રોજેક્ટથી કોઈ રીતે અસરગ્રસ્ત હોય, પણ જેપીની ચાલીના લોકો રેલવેની જમીન ઉપર દબાણકર્તા છે, તેથી તેઓ આ પોલિસી અંતર્ગત આવતા નથી.