ગુજરાત

gujarat

ETV Bharat / city

Minority schools માં શિક્ષકોની નિમણૂકને લઇ ગુજરાત High court માં સુનાવણી - શિક્ષકોની ભરતી

વર્ષ 2021માં રાજ્ય સરકારે (Gujarat Government) નિર્ણય લીધો છે કે તમામ લઘુમતી શાળાઓમાં ( Minority schools) શિક્ષકોની નિમણૂક હવેથી રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકારના આ નિર્ણયને આજે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) પડકારવામાં આવ્યો હતો. અમદાવાદ અને વડોદરાની મોટાભાગની લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી. તેમણે કોર્ટમાં ભારતના બંધારણમાં (Constitution) નાગરિકોને અપાયેલા અધિકારોમાં અનુચ્છેદ 29 અને 30નો ભંગ થયો હોય તેવી રજૂઆત કરી હતી.

Minority schools માં શિક્ષકોની નિમણૂકને લઇ ગુજરાત High court માં સુનાવણી
Minority schools માં શિક્ષકોની નિમણૂકને લઇ ગુજરાત High court માં સુનાવણી

By

Published : Jun 21, 2021, 8:20 PM IST

  • વર્ષ 2021ના રાજ્ય સરકારના નિર્ણય સામે Gujarat high court માં સુનાવણી
  • Minority schools માં રાજ્ય સરકાર જ શિક્ષકોની નિમણૂક કરશે તે સામે શાળાઓ પહોંચી કોર્ટમાં
  • શાળાઓની રજૂઆત ભારતીય ભારતના Constitutionના અનુચ્છેદ 29 અને 30 ભંગ
  • શું કહે છે ભારતનું બંધારણ?

અમદાવાદઃ ભારતના બંધારણના મૂળભૂત અધિકારોમાં (Fundamental rights) સાંસ્કારિક અનેક શૈક્ષણિક હક આપતા અનુચ્છેદ 29 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતાં લોકોને પોતાની અલાયદી ભાષા લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોને તે જાળવી રાખવાનો હક રહેશે. આ ઉપરાંત મૂળભૂત અધિકારોના અનુચ્છેદ 30 મુજબ ધર્મ કે ભાષા ઉપર આધારિત તમામ લઘુમતીઓને (Minorities) પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો હક રહેશે. પરંતુ 2021થી રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે લઘુમતી શાળાઓમાં શિક્ષકોની (Recruitment of teachers) ભરતી રાજ્ય સરકાર કરશે. આ સામે નામદાર હાઈકોર્ટમાં (Gujarat high court) આજે સુનાવણી થઈ હતી. કોટે સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે

શું કહે છે એડવોકેટ પારિતોષ ગુપ્તા?

ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન શાળાઓનો પક્ષ હાઇકોર્ટમાં રજૂ કરનારા એડવોકેટ પારિતોષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના હાલના લેટેસ્ટ અમેન્ડમેન્ટને (Amendment) કારણે ભારતના બંધારણમાં અપાયેલા મૂળભૂત હકો ઉપર તરાપ મૂકવામાં આવી છે. આ તરાપ મૂળભૂત અધિકારોના અનુચ્છેદ 29 અને 30 ઉપર છે જોકે કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહ્યું છે.

આ પણ વાંચોઃ કોરોનામાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા, રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બાળકોનું એડમિશન

ABOUT THE AUTHOR

...view details