અમદાવાદઅમદાવાદમાં પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાની અરજીને ગુજરાત હાઈકોર્ટ ફગાવી દીધી છે. પર્યુષણ પર્વને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 18 ઓગસ્ટ 2022 ના રોજ ઠરાવ પસાર કર્યો હતો કે 24 થી 31 ઓગસ્ટ અને પાંચથી નવ સપ્ટેમ્બર સુધી શહેરના તમામ કતલખાના બંધ (Slaughterhouses closed during Paryushan 2022 )રાખવામાં આવશે. આ ઠરાવની વિરુદ્ધમાં કરાયેલી અરજીની ગુજરાત હાઇકોર્ટનાં સિંગલ જજે ફગાવી ( HC dismisses plea against AMC decision) દીધી છે.
કેસની વિગતઆ કેસની વિગતો જોઈએ તો અરજદાર દ્વારા એએમસીના પર્યુષણ 2022 ને લઈને કતલખાના બંધ રાખવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેને લઈનેવાંધો ઉઠાવ્યો હતો અને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારના વકીલની રજૂઆત હતી કે એએમસી દ્વારા પર્યુષણ પર્વને લઈને 24 થી 31 ઓગસ્ટ અને 5 થી 9 સપ્ટેમ્બર સુધી કતલખાના બંધ (Slaughterhouses closed during Paryushan 2022 ) રાખવાનો છે ઠરાવ કર્યો છે તેને રદ કરવામાં આવે.
આ પણ વાંચો કતલખાના બંધ કરાવવાની માગ સાથે જીવદયા પ્રેમીઓના ધરણા
અરજદારના વકીલની વધુ દલીલોવકીલે દલીલ કરી હતી કે ભૂતકાળમાં ઈંડાની લારીઓ હટાવવાના એએમસીના નિર્ણય સામેની અરજીઓ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ ના સિંગલ જજે જ મૌખિક ટકોર કરી હતી કે લોકોને શું ખાવું અને શું ના ખાવું તે અંગે તંત્ર નક્કી કરી શકે નહીં. એટલું જ નહીં કોરોના દરમિયાન એપ્રિલ 2020 માં ડીજીપીએ માંસ વેચવા ઉપર પણ મંજૂરી આપી હતી. તો પછી એએમસી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તે અયોગ્ય છે અને આ ઠરાવને રદ કરવામાં આવે.
આ પણ વાંચો પર્યુષણ પર્વ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા AMCના હુકમ સામે HCમાં અરજી
શું રહી રાજ્ય સરકારની રજૂઆતબીજી બાજુ રાજ્ય સરકારની રજૂઆત હતી કે અરજદાર દ્વારા વારંવાર આ પ્રકારની અરજીઓ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કોઈ પણ ઠરાવ હોય તેની સામે વાંધો ઉઠાવીને અરજી કરે છે. જેથી અરજદારને હાઇકોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં સિંગલ જજ સંદીપ ભટ્ટે અરજદારને એવી પણ ટકોર કરી હતી કે શું તમે એક કે બે દિવસ માંસ ખાધા વિના રહી શકો નહીં. જોકે હાઇકોર્ટે રાજ્ય સરકારને અરજદારને દંડિત કરવાની માંગને નકારી દીધી હતી અને અરજદારને કોઈ દંડ ફટકાર્યો ન હતો.
કોર્ટે કર્યો નિર્ણય મહત્વનું છે કે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ પોતાનું અવલોકન કર્યું છે કે એએમસીએ જે ઠરાવ પસાર કર્યો છે તે યોગ્ય છે અને અરજદારની આ અરજીને હાઇકોર્ટે ફગાવી ( HC dismisses plea against AMC decision) દેવામાં આવે છે.