અમદાવાદ- ખોડલધામના નિર્માતા નરેશ પટેલનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ખૂબ માન (Who weighs more politically and socially in patidar ) છે, તેઓ સાદગી સાથે સાલસ સ્વભાવના છે. તેમને વિચાર આવ્યો કે સમાજની સેવા તો કરી પણ હવે ગુજરાત અને દેશની સેવા કરવી છે. આથી હવે રાજકારણમાં પ્રવેશ લેવો જોઈએ. તેવા નિર્ધાર સાથે નરેશ પટેલે તમામ પક્ષો સાથે બેઠક શરૂ કરી હતી. પણ હજી સુધી તેઓ નિર્ણય લઈ શક્યાં નથી.
તમામ પક્ષોનું નરેશ પટેલને ખુલ્લું આમંત્રણ- નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે તમામ પક્ષોએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલ પાટીદાર સમાજનો અવાજ છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં નરેશ પટેલની (Who weighs more politically and socially in patidar )વાતનું વજન પડે છે. પાટીદાર સમાજની એકતાના આજેપણ વખાણ થાય અને આ એકતા આજે પણ એવી જ છે. આથી પાટીદાર સમાજની મતબેંકને અંકે કરવા માટે નરેશ પટેલને વિધાનસભા ચૂંટણીે લઇને (Gujarat Assembly Election 2022) પોતાના પક્ષમાં લાવવા હોડ લાગી છે.
પ્રશાંત કિશોર અને નરેશ પટેલ - નરેશ પટેલે રાજકારણમાં જોડાવા માટે એમ કહ્યું હતું કે મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ. અને તે અંગે સર્વે ચાલી રહ્યો છે. આ વાતને બે મહિનાથી વધુનો સમય ગયો છે. એક વાત એવી પણ આવી હતી કે પ્રશાંત કિશોર કહેશે તો નરેશ પટેલ રાજકારણમાં (Politics of Gujarat) જોડાશે. પણ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તે વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હવે નરેશ પટેલ માટે કપરો સમય આવ્યો કે પ્રશાંત કિશોર (Prashant Kishore and Naresh Patel) કોંગ્રેસમાં ન આવે તો હું (Gujarat Congress) જોડાઈને શું કરીશ. પ્રશાંત કિશોરને કારણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ખૂબ અફવા ચાલી હતી, પણ પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જોડાવાની વાતનું સુરસુરિયું થઈ ગયું હતું.
નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી -નરેશ પટેલ છેલ્લા બે મહિનામાં અનેક વખત દિલ્હી જઈ આવ્યા છે, પણ કોઈ વાત બની નથી. સી આર પાટીલ સાથે બેઠક થઈ ગઈ છે. પણ હજી સુધી નરેશ પટેલ મગનું નામ મરી (Naresh Patel Politics) પાડતા નથી. આમ આદમી પાર્ટીએ પણ જાહેર આમંત્રણ આપ્યું છે. પણ નરેશ પટેલ કોઈને મચક આપતા નથી. તેઓ મીડિયા સાથે વાત કરે છે, ત્યારે કોઈ ક્લૂ પણ આપતા નથી. તેઓ કઈ વિચારધારાને પસંદ કરે છે અને તેઓ કોની સાથે છે.
આ પણ વાંચો : Naresh Patel Politics : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આ નેતાને મનાવવા માટે કાલાંવાલાંનો વધુ એક દોર
હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક-બીજી તરફ હાર્દિક પટેલ અને નરેશ પટેલ (Hardik Patel Versus Naresh Patel) અનેક વખત બેઠક કરી ચુક્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે પહેલા ખોડલધામમાં જ બેઠક કરી ચુક્યા હતાં અને કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મુદ્દે નરેશ પટેલને જણાવ્યું હતું. કોંગ્રેસમાં (Gujarat Congress) શું ચાલે છે, તે તમામ વાત હાર્દિક પટેલે મીડિયા સામે કરી છે, તે નરેશ પટેલને જણાવી હોવી જોઈએ. હાર્દિક પટેલની કોંગ્રેસ છોડવાથી અસર રુપે હવે નરેશ પટેલ (Who weighs more politically and socially in patidar ) કોંગ્રેસમાં જોડાવા માટે કદાચ અટકી ગયા હોય તેવું પણ બની શકે છે. કોંગ્રેસમાં લીડરશીપનો અભાવ (Gujarat Assembly Election 2022)અને કાર્યશૈલીમાં ખામી દેખાઈ આવે છે.