અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા અંગે સ્પષ્ટતા (Hardik Patel on oining BJP) કરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, હું ભાજપમાં નથી જોડાવાનો અને કોંગ્રેસ નથી છોડવાનો.
વિપક્ષ નબળું હોય ત્યારે લોકો બીજા વિકલ્પ શોધે છેઃ હાર્દિક પટેલ - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષે હંમેશા રાજ્યના લોકોનું હિત અને ચિંતા જ કરવાની હોય છે. વિપક્ષે હંમેશા લોકોનો અવાજ બનીને સરકાર સુધી વાત પહોંચાડવાની હોય છે, પરંતુ વિપક્ષ જ્યારે નબળું પડે ત્યારે લોકો બીજા વિકલ્પ શોધતા હોય છે. એટલે જ હું કહું છું કે, તમારે દુશ્મનની તાકાતનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને તેને ધ્યાનમાં રાખીને જ આપણે આપણી રણનીતિ બનાવવી જોઈએ. તેમ જ સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
ભાજપમાં જોડાવવા અંગે હાર્દિક પટેલનું નિવેદન - હાર્દિક પટેલે જણાવ્યું (Hardik Patel Statement) હતું કે, હું ભાજપમાં (Hardik Patel on oining BJP) જોડાવવાનો છું એવા કોઈ જ સંકેત નથી. રાજ્ય અને રાજ્યના હિત માટે જ્યારે પણ આવો કોઈ નિર્ણય કરવાનો આવશે. તો હું આ વાત ચોક્કસ લોકો સમક્ષ મુકીશ.
કોંગ્રેસની નારાજગી અંગે હાર્દિક પટેલનું નિવેદન - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે જણાવ્યું હતું કે, પાર્ટીમાં નારાજગી (Hardik Patel attack on Congress leadership) અંગે મેં હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે. હાઈ કમાન્ડે પણ ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી બાંહેધરી આપી છે. કોંગ્રેસમાં મારી કોઈ વ્યક્તિગત નારાજગી નથી. મારી નારાજગી રાજ્યના નેતૃત્વથી (Hardik Patel attack on Congress leadership) છે. રાજ્યનું નેતૃત્વ ક્યાંકને ક્યાંક નબળું જોવા મળી રહ્યું છે. જો આપસમાં ચર્ચા કરીશું તો જ પાર્ટીને મજબૂત બનાવી શકીશું.