ગુજરાત

gujarat

ETV Bharat / city

Hardik Patel Politics : સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યા પછી હાર્દિક પટેલના તેવર બદલાયા છે, શું પક્ષપલટો કરશે? - કોંગ્રેસના નેતાઓ સામે હાર્દિકનો અસંતોષ

હાર્દિક પટેલના છેલ્લા ત્રણ દિવસથી તેવર (Hardik Patel Politics)બદલાયા છે. સુપ્રીમ કોર્ટમાંથી સજા સામે સ્ટે મળ્યા (Hardik Patel got Relief From SC ) પછી હાર્દિક પટેલ ટ્વીટ (Hardik Patel Tweets) અને મીડિયા સામે નિવેદન કરીને ફરીથી વિવાદમાં આવ્યા છે. શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે અને ભાજપમાં જોડાઈ જશે? જાણો ઈ ટીવી ભારતના વિશેષ અહેવાલમાં.

Hardik Patel Politics : સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યા પછી હાર્દિક પટેલના તેવર બદલાયા છે, શું પક્ષપલટો કરશે?
Hardik Patel Politics : સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યા પછી હાર્દિક પટેલના તેવર બદલાયા છે, શું પક્ષપલટો કરશે?

By

Published : Apr 15, 2022, 9:14 PM IST

Updated : Apr 15, 2022, 10:10 PM IST

અમદાવાદ- હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં સજા સામે સ્ટેના (Hardik Patel got Relief From SC ) સમાચાર પછી રાજીના રેડ થઈને (Hardik patel Statements on Congress )કહ્યું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી શકશે. બહાર રહીને જનતાની (Hardik Patel Politics) સેવા કરું છું તો હવે હું વિધાનસભામાં (Hardik Patel in Gujarat Election 2022)જઈને જનતાનો અવાજ બનીશ અને સેવા કરીશ. એટલે કે હવે હાર્દિક પટેલ માટે ગુજરાતની વિધાનસભાની ડિસેમ્બર 2022ની ચૂંટણી લડવા માટે મોકળું મેદાન મળ્યું છે. આ વાત આટલેથી અટકતી નથી, બીજા દિવસે હાર્દિકે એવું નિવેદન કર્યું કે કોંગ્રેસના નેતાઓ(Dissatisfaction with Gujarat Congress leaders ) ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉ.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ ફુલ ફોર્મમાં, બોલ્યા- જનતાનો અવાજ બનવા ચૂંટણી લડીશ

હાર્દિક નારાજ કેમ?- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને કોંગ્રેસના નેતાઓ દ્વારા જ હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો (Hardik Patel Politics)કર્યા છે. હું કોંગ્રેસમાં આવ્યો છું તે કેટલાક નેતાઓને ગમતું નથી અને તેઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉ. આ નિવેદન પછી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને ફોરમમાં પોતાની વાત કરવા તાકીદ કરી હતી. હાર્દિકે કહ્યું કે કોંગ્રેસમાં મારી દયાજનક સ્થિતિ અંગે મેં રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી છે પણ કોઈ પગલાં લેવાતા નથી.

દેખાવ પૂરતો કાર્યકારી પ્રમુખ છુંઃ હાર્દિક - હાર્દિક પટેલ વધુ બળાપો વ્યકત કરતાં કહ્યું હતું કે હું કાર્યકારી પ્રમુખ છું, પણ હોદ્દાની રૂએ કોઈ કામ સોંપવામાં આવતું નથી અને હું માત્ર દેખાવ પૂરતો જ છું. મહત્વની મીટિંગમાં પણ મને બોલાવાતો નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે જ કોંગ્રેસને ફાયદો થયો હતો અને મત મળ્યા હતા. પણ કોણ જાણે કોંગ્રેસમાં કોઈ દરકાર થતી નથી.

હાર્દિક પટેલનું ટ્વીટ

કોંગ્રેસમાં આવડતનો ઉપયોગ થતો નથી - સુરતમાં હાર્દિક પટેલે એવું કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની આવડતનો યોગ્ય ઉપયોગ (Hardik Patel Politics)થતો નથી. જો યોગ્ય ઉપયોગ થાય તો પક્ષ ઉપર આવી જશે. બીજી તરફ હાર્દિક પટેલે આજે સવારે પણ ટ્વીટ (Hardik Patel Tweets) કરીને કહ્યું હતું કે અફવાઓ હતી કે ‘મારી તબિયત ખરાબ છે, લોકોએ પૂછી પૂછીને બિમાર કરી દીધો.’

આ પણ વાંચોઃ Hardik Patel in Surat: કોંગ્રેસમાં મજબૂત લોકોની આવડતનો યોગ્ય ઉપયોગ થશે તો જ પાર્ટી મજબૂત થશેઃ હાર્દિક પટેલ

હાર્દિકનું મહત્વ ઘટશે તો શા માટે?- હાર્દિક પટેલના તેવર (Hardik Patel Politics) છેલ્લા બે દિવસથી બદલાયેલા નજરે પડે છે. તેની પાછળ એક કારણ સુપ્રીમ કોર્ટમાંથી સજા સામે સ્ટે મળ્યો, એટલે તે હવે ચૂંટણી લડી શકે છે, જ્યારે કોંગ્રેસની બેઠક પર તે ચૂંટણી જીતી શકે કે કેમ? તે તેના મનમાં શંકા છે. બીજુ ખોડલધામવાળા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો હાર્દિક પટેલનું મહત્વ ઘટી જશે. આથી હાર્દિક પટેલ હવે પાર્ટીમાં પોતાનું ધાર્યુ કરાવવા માટે અત્યારથી પાર્ટી સામે ફરિયાદ કરી રહ્યા છે. અથવા તો હાર્દિક પટેલ પક્ષ છોડવાના ‘મૂડ’માં છે.

બીજા પક્ષમાં જવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યા છેઃ જયવંત પંડયા-રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું વિદ્રોહી વલણ (Hardik Patel Politics)ફેબ્રુઆરી 2021માં થયેલી સ્થાનિક ચૂંટણીઓ વખતથી છે. તે વખતે પણ આવા પ્રકારના નિવેદન આવ્યા હતાં. તેને કાર્યકારી પ્રમુખ તો બનાવ્યા પણ તેની પ્રતિતી થાય તેવું કામ અપાતું નથી. તેમના સમર્થક નિખિલ સવાણી કોંગ્રેસ છોડીને ‘આપ’માં આવી ગયા છે. કોંગ્રેસના 5-6 નેતાઓ હાર્દિકને ફાવવા દેતા નથી. વળી જો નરેશ પટેલનું કોંગ્રેસમાં આગમન થાય તો આ 5-6 નેતાઓમાં વધુ એકનો ઉમેરો થાય તેમ છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાઈ જશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાંથી (Relief from Supreme Court to Hardik Patel )રાહત મળતાં આવા પ્રકારના નિવેદન કરીને તેઓ બીજા પક્ષમાં જવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યા છે. કાંતો તે પોતાનું ધાર્યુ કરવા (Hardik Patel in Gujarat Election 2022)માંગે છે, અથવા તો તે પક્ષ છોડવા માટેનું કારણ શોધી રહ્યા છે.

હાર્દિક પટેલનું રાજકારણ

શું સરકારે સુપ્રીમ કોર્ટમાં કૂણું વલણ દાખવ્યું હશેઃ હરેશ ઝાલા -વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશભાઈ ઝાલાએ ETV Bharat ને જણાવ્યું હતું કે નરેશ પટેલ ઉંમર, અનુભવમાં હાર્દિકથી વધારે છે અને સમાજ પર સારી પકડ ધરાવે છે. નરેશ પટેલનું વજન સીધી રીતે વધી જાય. આથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં પોતાનું વજન વધારવા માટે આવા નિવેદન(Hardik Patel Politics) કરી રહ્યાં છે. અથવા તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરે. અને હા, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, તે કોના રવૈયા પર મળી છે. ગુજરાતમાં ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કૂણું વલણ દાખવ્યું હોય અથવા તો કોઈ રાજકીય ગણિત (Hardik Patel in Gujarat Election 2022) હોઈ શકે છે. એટલે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો આ વાત કન્ફર્મ થશે.

હાર્દિક પટેલના સમર્થકનું ટ્વીટ

કોંગ્રેસને મોટો ઝાટકો વાગશે -સુપ્રીમ કોર્ટે આપેલા સજા સામેના સ્ટે (Hardik Patel got Relief From SC ) પછી હાર્દિક પટેલના નિવેદન આવ્યા છે, જે ઘણુંબઘું કહી જાય છે. પક્ષ સામેના આક્ષેપ અને તેમની કશાંયમાં ગણતરી થતી નથી, તેના નિવેદનથી (Hardik Patel Politics) કોંગ્રેસમાં ફરીથી ગમગીન (Hardik patel Statements on Congress )માહોલ છે. હાર્દિક પટેલના સમર્થકે તો આજે ટ્વીટ કર્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસને ખૂબ મોટો ઝાટકો લાગવાની તૈયારી છે.

Last Updated : Apr 15, 2022, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details