ગુજરાત

gujarat

ETV Bharat / city

Hardik Patel Grouse on Leaders of Congress : હાર્દિકના મનની વાત આવી બહાર, કહ્યું નેતાઓ ઇચ્છે છે કે પાર્ટી છોડી દઉં - પાટીદાર આંદોલન

'ગુજરાત કોંગ્રેસના નેતાઓ મને પરેશાન કરી રહ્યાં છે. હું પાર્ટી છોડી દઉ એવું ઇચ્છે છે' આવો ખુલ્લો આરોપ (Hardik Patel Grouse on Leaders of Congress) હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ (Gujarat Pradesh Congress leadership )સામે કર્યો છે. હાર્દિકે છૂટા મોંએ ઘણુંબધું કહ્યું છે. વધુ વાંચવા ક્લિક કરો.

Hardik Patel Grouse on Leaders of Congress : હાર્દિકના મનની વાત આવી બહાર, કહ્યું નેતાઓ ઇચ્છે છે કે પાર્ટી છોડી દઉં
Hardik Patel Grouse on Leaders of Congress : હાર્દિકના મનની વાત આવી બહાર, કહ્યું નેતાઓ ઇચ્છે છે કે પાર્ટી છોડી દઉં

By

Published : Apr 14, 2022, 7:37 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતાઓ મને પરેશાન કરી રહ્યા છે હું પાર્ટી છોડી દઉ એવું ઇચ્છે છે- આવા શબ્દોમાં ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Gujarat Congress Acting President Hardik Patel) કોંગ્રેસના નેતાઓ સામે (Hardik Patel Grouse on Leaders of Congress)આરોપ મૂક્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે તેમની પાર્ટીના રાજ્ય એકમના નેતાઓ (Gujarat Pradesh Congress leadership )તેમને હેરાન કરી રહ્યાં છે અને ઈચ્છે છે કે તેઓ પાર્ટી છોડે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Hardik Patels statement about Rahul Gandhi ) સમક્ષ આ સતામણીનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો હોવા છતાં તેમની ફરિયાદો દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

રાહુલ ગાંધીએ પણ કશું કર્યું નહીં

હાર્દિક પટેલનું રાજકારણમાં પદાર્પણ- હાર્દિક પટેલે 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલનની આગેવાની લીધી ત્યારે ઓબીસી કેટેગરી હેઠળ અનામતની માગણી કરી ગુજરાતના રાજકારણમાં કદમ માંડી મહત્વ પ્રાપ્ત કર્યું હતું. જો કે 2019માં કોંગ્રેસમાં જોડાયા પછી તેમની લોકપ્રિયતા ઘટી ગઈ. કારણ કે તેમણે અગાઉ એવું વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય રાજકારણમાં આવશે નહીં. 2017માં વિધાનસભાની ચૂંટણીઓમાં અનામત આંદોલનને કારણે કોંગ્રેસને ફાયદો (Patidar Andolan Benifits Congress) થયો હોવા છતાં પાટીદાર સમુદાયે 2019ની લોકસભાની ચૂંટણીમાં કે પછીની મ્યુનિસિપલ અથવા પંચાયતની ચૂંટણીઓમાં હાર્દિક પટેલના જોડાયા પછી કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું.

હાર્દિક પટેલની સમાચાર સંસ્થા સાથે વાતચીત- હાર્દિકે પીટીઆઈ ભાષાને એક ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મને એટલુ હેરાન કરવામાં આવે છે કે મને તેનું ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ (Gujarat Pradesh Congress leadership )ઈચ્છે છે કે મારે પાર્ટી છોડી દેવી (Hardik Patel Grouse on Leaders of Congress) જોઈએ. હું વધુ દુઃખી છું કારણ કે મેં ઘણી વખત રાહુલ ગાંધીને (Hardik Patels statement about Rahul Gandhi )પરિસ્થિતિ રજૂ કરી છે. પરંતુ તેમના દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ ફુલ ફોર્મમાં, બોલ્યા- જનતાનો અવાજ બનવા ચૂંટણી લડીશ

નરેશ પટેલના જોડાવા અંગે -2022ની રાજ્યની ચૂંટણીઓ પહેલા ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને (Khodaldham Trust Chairman Naresh Pate)અગ્રણી પાટીદાર ચહેરા બનાવવાની કોંગ્રેસની યોજનાએ હાર્દિકને દેખીતી રીતે નારાજ કર્યો છે. હાર્દિક માને છે કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર નેતા તરીકેનો તેમનો દબદબો સમાપ્ત થઈ જશે. હાર્દિકે સવાલ ઉઠાવ્યો હતો કે " તમે (Gujarat Pradesh Congress leadership ) 2017માં હાર્દિકનો ઉપયોગ કર્યો હતો,. 2022માં નરેશભાઈનો ઉપયોગ કરવા માંગો છો અને 2027માં તમે બીજા પાટીદાર નેતાનો ઉપયોગ કરશો. તમે હાર્દિકને સમર્થન આપીને મજબૂત (Gujarat Congress Acting President Hardik Patel )કેમ નથી કરતા?" તેઓ નરેશભાઈને લઈ આવે, પરંતુ તેઓ મારી સાથે જે રીતે વર્તે છે તેમ તેમની સાથે વર્તી શકશેે?"

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો આંતરકલહ સપાટીએ આવ્યો

હાર્દિકે કાઢ્યો બળાપો -હાર્દિકે કહ્યું કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં મને કોઈ કામ આપવામાં આવ્યું નથી. મને મહત્વની મીટિંગમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવતો નથી અથવા કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ બનાવવામાં (Hardik Patel Grouse on Leaders of Congress)આવતો નથી," હાર્દિકે જણાવ્યું કે તેમના પાટીદાર અનામત આંદોલનને કારણે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસ (Gujarat Pradesh Congress leadership ) ભાંગેલું ઘર છે અને પાર્ટી છેલ્લા 30 વર્ષોમાં આંતરકલહને કારણે સત્તા મેળવી શકી નથી. જોકે હાર્દિકે કહ્યું કે કોંગ્રેસ છોડવાની મારી કોઈ યોજના નથી.

આ પણ વાંચોઃ Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ

આ પહેલાં પણ દર્શાવી હતી નારાજગી - બુધવારે હાર્દિકે ગુજરાત કોંગ્રેસની "કાર્યશૈલી" પર નારાજગી વ્યક્ત કરી હતી. હાર્દિકે દાવો કર્યો હતો કે તેને પ્રદેશ એકમમાં દૂર રાખવામાં આવે છે અને પ્રદેશનું નેતૃત્વ (Gujarat Pradesh Congress leadership ) તેની કુશળતાનો ઉપયોગ કરવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે 2015ના તોફાનોના કેસમાં તેમની સજા પર રોક લગાવ્યા બાદ ચૂંટણી લડવાનો સંકેત આપ્યાના એક દિવસ બાદ હાર્દિકે આ રીતે પોતાનો ગુસ્સો (Hardik Patel Grouse on Leaders of Congress) વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details