ગુજરાત

gujarat

ETV Bharat / city

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીના બરફ સામે આપશે રક્ષણ - Bharat Army

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ ઓફ મિલિટરી ઇન એન્જીનિયરિંગ પુના દ્વારા દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું છે. જે 6 ફૂટ સુધીના બરફ સામે રક્ષણ આપી શકે છે.

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીનો બરફ સામે આપશે રક્ષણ
દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીનો બરફ સામે આપશે રક્ષણ

By

Published : Sep 24, 2020, 3:06 AM IST

Updated : Sep 24, 2020, 8:41 AM IST

અમદાવાદઃ સામાન્ય લોકોને જ્યારે માઇનસ 40 ડિગ્રીમાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે દેશના જવાનો સરહદ પર દેશની સુરક્ષા સલામતી રાખે છે. કાતિલ ઠંડીમાં પણ દેશના જવાનો સરહદની રક્ષા કરે છે. ત્યારે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ ઓફ મિલિટરી ઇન એન્જીનિયરિંગ પુના દ્વારા દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું છે, જે 6 ફૂટ સુધીના બરફ સામે રક્ષણ આપી શકે છે. જ્યારે આપણા સૈન્યના જવાનો આપણી માતૃભૂમિની રક્ષા અને સુરક્ષા ખાતર પોતાના જીવને જોખમમાં મુકીને દેશની સુરક્ષા કરતા હોય છે.

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીના બરફ સામે આપશે રક્ષણ

સિયાચીન જેવી બર્ફીલી જગ્યાઓ પર તેઓને સ્નોબાઇટ્સ અને સ્નોફોલ્સનું જોખમ વધારે હોય છે. આવી જગ્યાઓ પર રહેવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇન્ડિયન આર્મીએ ગુજરાત યુનિવર્સિટીને એક રિસર્ચ પ્રોજેક્ટ સોંપ્યો હતો. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ ગયા મહિને લેહમાં એક હેબીટાટ લગાવ્યો છે.

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીના બરફ સામે આપશે રક્ષણ

હેબીટાટની વિશેષતાની વાત કરવામાં આવે તો હેબિટાટને સ્પેસમાં વપરાતા ફેબ્રિકથી બનવાયું છે. જેમા હાઈડ્રો કાર્બન, પીવીસી અને કોટનને કોમ્પોઝીટ કરીને ફેબ્રિક બનાવાયું છે. હેબીટાટથી છ ફુટ સુધીના બરફ સુધી જવાનોને રક્ષણ મળી રહેશે. હેબીટાટમાં 10થી માંડીને 50 લોકોને રહેવાની તેમજ ટોયલેટ સાથેની તમામ સગવડો હશે. આ હેબીટાટની ફ્રેમ ફોલ્ડએબલ છે. જેને અઢી કલાકમાં ડીસમેન્ટલ કરી ફરીથી તેને રીઓર્ગેનાઇઝ કરી શકાય છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ તે સરળ રહે તે રીતે તેને બનાવાયુ છે.

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીના બરફ સામે આપશે રક્ષણ

જ્યારે ડિફેન્સમાં કોઈ એક મોડલ સફળ થાય ત્યારે જેને અન્ય જગ્યાએ જરૂરિયાત પ્રમાણે લગાવવામાં આવતા હોય છે, ત્યારે આ હેબીટાટને રણ પ્રદેશ અને જંગલ વિસ્તારમાં લગાવામાં આવશે અને તે માટેનું રિસર્ચ શરૂ થઈ રહ્યુ છે. હાલ સુધીમાં 6 અલગ અલગ પ્રોડક્ટ યુનિવર્સિટી આર્મીને આપી ચુકી છે અને આ નવું નજરાણું પણ આર્મીને આપવામાં આવ્યું છે. આ રિસર્ચના ભાગરૂપે 1 કરોડ 20 લાખનું ફંડ ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે.

દેશના જવાનો માટે હેબીટાટ તૈયાર કરાયું, જે 6 ફૂટ સુધીના બરફ સામે આપશે રક્ષણ

મહત્વની વાત એ છે કે હાલમાં ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે અને આપણા ભારતીય જવાનો દેશની ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે. આપણા જવાનો કાશ્મીર અને સીયાચીન ગ્લેશિયરમાં કાતિલ ઠંડીમાં દેશની સુરક્ષા કરી રહ્યા છે, તેમા આ હેબીટાટ મહત્વની ભૂમિકા ભજવશે.

Last Updated : Sep 24, 2020, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details