અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લૉક ડાઉન જાહેર થતાં જ રાજ્યના તમામ ઉદ્યોગ ધધા બંધ થઇ રહ્યાં હતાં. જેને કારણે લાખોની સંખ્યામાં બેરોજગાર થયેલા શ્રમિકો પોતાના વતન તરફ પાછા ફર્યા હતાં પરંતુ હવે અનલૉક 01 જાહેર થયા બાદ રોજગાર ધંધા ફરીથી શરૂ થતાં આ શ્રમિકો રોજગાર માટે વતનથી પરત ફરવા માંડયા છે. પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશ ગયેલા શ્રમિકો પરત ફરતાં જૂનના અંતિમ દિવસોમાં તેમ જ જુલાઈના પ્રથમ અને દ્વિતીય સપ્તાહ દરમિયાન અમદાવાદ આવતી તમામ ટ્રેનો હાઉસફૂલ જોવા મળી રહી છે અને લાંબુ વેઇટિંગ પણ ટ્રેનોમાં હાલ ચાલી રહ્યું છે.
ગુજરાતના ઠપ થયેલા ધંધા રોજગાર ફરી ધમધમશે, શ્રમિકો પરત ફર્યા પોતાની કર્મભૂમિ પર - Sharamik Returns
રાજ્યના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવી રહ્યાં છે. લૉક ડાઉન દરમિયાન વતનમાં પહોંચેલા શ્રમિકો પરત આવી રહ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનમાં પરત ફરી રહ્યાં છે. ઓરિસ્સા બંગાળ ઉત્તરપ્રદેશ બિહારથી પરત આવી રહ્યાં છે. આ શ્રમિકો 10 થી 15 લોકોના જૂથમાં પરત અમદાવાદ આવી રહ્યાં છે.
ગુજરાતના ઠપ થયેલા ધંધા રોજગાર ફરી ધમધમશે, શ્રમિકો પરત ફર્યા પોતાની કર્મભૂમિ પર
જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા જુલાઈમાં કેટલીક વિશેષ ટ્રેનો દોડાવવામાં માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે. દેશમાં લૉક ડાઉન પછી અમદાવાદ સહિત દેશભરમાં વિશેષ ટ્રેનો દોડાવી આ શ્રમિકોએ વતન પહોંચાડવામાં આવ્યાં હતાં. ફક્ત અમદાવાદથી જ 600 જેટલી મળી રાજ્યમાંથી 1200થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.