ગુજરાત

gujarat

ETV Bharat / city

રામ મંદિર નિર્માણ માટે ગુજરાતીઓએ 14 દિવસમાં કર્યુ 100 કરોડનું દાન - Shree Ram Janmbhoomi Trust

શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં અભિયાનનાં પ્રથમ તબક્કામાં માત્ર 14 દિવસમાં ગુજરાતમાંથી 100 કરોડ જેટલી રકમનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, રામ મંદિરનાં નિર્માણ માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન આવશે તેમ લાગી રહ્યું છે.

શ્રીરામ જન્મભૂમિ
શ્રીરામ જન્મભૂમિ

By

Published : Feb 3, 2021, 7:33 AM IST

  • શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલ ગુજરાતની મુલાકાતે
  • ગુજરાતીઓ ધાર્મિક કાર્યોને સદાય આવકારતા હોવાનો મત કર્યો વ્યક્ત
  • રામ જન્મભૂમિ નિર્માણ માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મળવાની આશા

અમદાવાદ: શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનાં બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અભિયાનનાં પ્રથમ તબક્કાનાં માત્ર 14 દિવસોમાં ગુજરાતીઓએ 100 કરોડ ઉપરાંતની રકમ દાન પેટે આપવામાં આવી હોવાનું શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્રનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે જણાવ્યું છે. વધુમાં અભિયાનનાં બીજા તબક્કામાં પણ ગુજરાતમાંથી સૌથી વધુ દાન મળશે, તેવી આશા વ્યક્ત કરી હતી.

શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલ સાથે ખાસ વાતચીત
ગુજરાતનાં ખૂણે-ખૂણે બે લાખ જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યાસમગ્ર દેશમાં શ્રીરામ જન્મભૂમિ સમર્પણ અભિયાનના પ્રથમ તબક્કામાં માત્ર 14 દિવસમાં ગુજરાતમાંથી 100 કરોડ જેટલી રકમનું દાન મળ્યું છે. જાણિતા વેપારીઓ અને મહાનુભાવોએ આ મંદિરનાં નિર્માણ માટે દાન કર્યું છે. બીજા તબક્કામાં ગુજરાતનાં ખૂણે-ખૂણે બે લાખ જેટલા કાર્યકર્તાઓ આ નિધિ એકઠી કરવાના છે. જેમાં તમામ વર્ગનાં લોકો સુધી કાર્યકરો પહોંચી રહ્યા છે અને તેમને અભિયાન વિશે માહિતગાર કરી નિધિ એકઠી કરી રહ્યા છે. ગુજરાતનાં લોકો દાન આપવા માટે આતુર છે: કામેશ્વર ચોપાલશ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે જણાવ્યું હતું કે, ગુજરાત તો ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે, સાધુ સંતોની ભૂમિ છે. ગુજરાતમાં સંતોનો પ્રભાવ ખૂબ જ વધારે છે. જેના કારણે ગુજરાતીઓ ધાર્મિક કાર્યોમાં હંમેશા આગળ હોય છે. હું જ્યારથી ગુજરાત આવ્યો છું, લોકોનો ભક્તિભાવ જોઈને પ્રભાવિત થયો છું. હું જેટલા પણ ઘરોનાં દરવાજે ગયો છું, લોકોએ દાન આપવા માટે જે પ્રકારે આતુરતા દર્શાવી છે. તેના પરથી મારુ માનવું છે કે, ગુજરાત રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે સૌથી વધુ સમર્પણ નિધિ આપનારુ રાજ્ય હશે.
શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રનાં ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે માહિતી આપી હતી
બીજા ચરણમાં ગુજરાતીઓએ બે દિવસમાં 13 કરોડનું દાન કર્યુંશ્રીરામ જન્મભૂમિ સમર્પણ નિધિ અભિયાનના પ્રથમ ચરણમાં ગુજરાતે રામ ભગવાન પ્રત્યે અતૂટ પ્રેમ વરસાવ્યો છે. ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડનું દાન મળ્યું છે. હાલ બીજા ચરણની પ્રતિક્રિયા ચાલી રહી છે. જેમાં માત્ર 2 દિવસમાં 13 કરોડથી વધુનું દાન મળ્યું છે. કામેશ્વર ચોપાલે વધુમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મળશે અને હું પણ આ અભિયાન અંતર્ગત ઘર ઘર જઇને નિધિ એકઠી કરી રહ્યો છું."

ABOUT THE AUTHOR

...view details