ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે - Aeronautics course

રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ એક માત્ર યુનિવર્સિટી બનશે જેમાં એવિએશન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ કોર્ષ એમ.ટેક,ડિપ્લોમા અને સર્ટિફિકેટની રીતે કરી શકશે.

xx
Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે

By

Published : Jun 11, 2021, 5:17 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ માટે એવિએશન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ
  • એન્ટ્રસ એક્ઝામ લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે
  • આગામી ઓગસ્ટ મહિનાથી એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ શરૂ

અમદાવાદ: રાજ્યની યુનિવર્સિટીમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)માં એવિએશન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ કરવામાં આવશે.વિદ્યાર્થીઓ એમ.ટેક,ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ કરી શકશે.એર ફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્ષ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે.

એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાના જણાવ્યા અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ શરૂ કરવામાં આવશે, જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. એમ ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે અદાણી એવીએશન અને મહેસાણા ફલાયિંગ સ્કૂલના MOU પણ થયેલા છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ મા કોર્ષ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકશે.

Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે

આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે પણ 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ Gujarat University માં એડમિશન માટે અરજી કરી

ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી

ઇન્ડીયન એર ફોર્સ સાથે પણ MOU થયેલ છે, તે અંતર્ગત આ વર્ષે 17 થી વધુ ઓફિસર માસ્ટર તથા 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્ષ માટે આવશે. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે જેમાં સા પ્રકારના કોર્ષ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે.મેથ્સ અને ફિઝિક્સના વિદ્યાર્થીઓને આ કોર્ષ કારણે ફાયદો થશે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં ફરી એકવાર છબરડો

ABOUT THE AUTHOR

...view details