ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat University Online Exam: ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ઓનલાઇન પરીક્ષામાં બીજા પેપરમાં બીજું પૂછ્યું

ગુજરાત યુનિવર્સિટીની BAની ઓનલાઇન પરીક્ષા (Gujarat University Online Exam)માં 2 વિષયના પેપરમાં ભૂલ થઈ હતી. સંસ્કૃત પેપર ભાગવતગીતાની જગ્યાએ સંસ્કૃત લિટરેચરનું અને સાયકોલોજીની જગ્યાએ યુનિવર્સિટીએ ઈકોનોમિક્સનું પેપર આપી દીધું હતું જેથી હોબાળો થયો હતો.

Gujarat University Online Exam: ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ઓનલાઇન પરીક્ષામાં બીજું પેપરમાં બીજું પૂછ્યું
Gujarat University Online Exam: ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ઓનલાઇન પરીક્ષામાં બીજું પેપરમાં બીજું પૂછ્યું

By

Published : Mar 5, 2022, 10:55 PM IST

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદ (Gujarat University Controversy)માં આવતી હોય છે, ત્યારે પરીક્ષાને લઈને વધુ એકવાર ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા (Gujarat University Online Exam)માં ફરી છબરડો થયો છે. ત્યારે BAની પરીક્ષા (Gujarat University BA Exam)માં 2 વિષયના પેપરમાં ભૂલ થઈ હતી જેમા સંકૃત શ્રીમદ ભાગવતગીતાની જગ્યાએ સંસ્કૃત લિટરેચરનું પેપર (Sanskrit Literature Paper Gujarat University) આવી ગયુ હતું.

આ પણ વાંચો:Gujarat University Exams News : સેમ 1ની પરીક્ષા માટે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે, ફ્રેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પરીક્ષા લેવાશે

સાયકોલોજીની જગ્યાએ ઇકોનોમીનું પેપર અપાયું

તો સાયકોલોજીની જગ્યાએ યુનિવર્સિટીએ ઈકોનોમિક્સ (Gujarat University Economics Paper)નું પેપર આપતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બાબતે પરીક્ષા નિયામકે પોતાની ભૂલ સ્વીકારી છે અને જે વિદ્યાર્થીઓને ખોટું પેપર પૂછાયું હતું તેમને બીજીવાર પરીક્ષા આપવાનો ચાન્સ અપાશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પરીક્ષા માટે નવું સર્વર (Gujarat University New Server) તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Gujarat University Gold Medalist: ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય પરિવારની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

યુનિવર્સિટીએ પેપર સેટ કરવામાં ભૂલ કરી

ટેક્નિકલ ખામી આવતા નવું સર્વર તૈયાર કરાયું છે. જો કે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ પેપર સેટ મુકવામાં ભૂલ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત યુનિવર્સિટી ક્યારે વિદ્યાર્થીઓ સાથે મજાક કરવાનું બંધ કરશે.

ABOUT THE AUTHOR

...view details