- પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઈલમાં લખાયેલું મટિરિયલ ઓડિયો સ્વરૂપે સાંભળી શકશે
- યુનિવર્સિટીના સ્થાપના દિવસ 23 નવેમ્બરે ઈ-રિપોઝટરી શરૂ કરાશે
- લાઈબ્રેરીમાં જૂની 500 જેટલી ઓડિયો કેસેટનું મટિરિયલ મૂકવામાં આવશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના વિષયલક્ષી સાહિત્ય જે બ્રેઈલ લિપીમાં લખાયેલા છે અને ગુજરાત યુનિવર્સિટીમાં સંગ્રહિત છે. તેના ડિજિટલાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓડિયો કેસેટસ જે ટેપ રેકોર્ડરમાં સાંભળી શકાય છે. તેને પણ આધુનિક ડિજિટલ ફોર્મમાં ફેરવવામાં આવશે, જે લાયબ્રેરીની વેબસાઈટ પર ઓનલાઈન સાંભળી શકાશે. એ પ્રકારનું આયોજન યુનિવર્સિટીની લાઈબ્રેરીનું છે.
આ પણ વાંચો-ગુજરાત યુનિવર્સિટી અને DRDO વચ્ચે MOU થયા, GU માં સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી રિસર્ચની થશે સ્થાપના
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે વર્ષોથી ચાલે છે વિભાગ
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓ માટે એક વિભાગ છે. વાંચી શકાય બ્રેઈલ લિપિના પુસ્તકો છે જ. સાથે સાથે હાર્ડવેર પણ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતે સ્કેન કરી શકે છે અને ઓડિયો સ્વરૂપે આ મટિરિયલનો અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત 500 જેટલી કેસેટ છે. આ ઓડિયો કેસેટનું ઓડિયો વર્ઝન હાલ ડિજિટલ કરવાનું કામ ચાલી રહ્યું છે. 263 જેટલી કેસેટનું ડિજિટલાઈઝેશન થઈ ચૂક્યું છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેની રિપોઝીટરી શરૂ કરાશે, ભારતમાં પહેલી રિપોઝેટરી હશે.
યુનિવર્સિટીના સ્થાપના દિવસ 23 નવેમ્બરે ઈ-રિપોઝટરી શરૂ કરાશે આ પણ વાંચો-પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નથી ગ્રાન્ટેડ ભાષાભવન
આ કેસેટમાં અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટેનું છે મટિરિયલ
ગ્રંથપાલ યોગેશ પારેખે જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક છે કે, યુનિવર્સિટીનો સ્થાપના દિવસ આવે ત્યારે આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત સુવિધા આપવામાં આવશે. આ કેસેટમાં અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને કામે આવે તેવા વિષયોનું મટિરિયલ ઉંમેરવામાં આવ્યું છે.