ગુજરાત

gujarat

ETV Bharat / city

ચીનની અવળચંડાઇ સામે ગુજરાતના વેપારીઓનો નિર્ણય: 2022 સુધી ચીનને 1 લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવું છે

ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી સ્થિતિને લઇ સરકાર સહિત લોકો પણ માની રહ્યાં છે કે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો જોઈએ છે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉપયોગનો સમાવેશ થાય છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે ત્યારે વેપારીઓમાં પણ એક આશા છે કે ચાઈનીઝ વસ્તુઓનો વિકલ્પ જરૂરથી આવશે તેને સમય લાગશે.

ચીનની અવળચંડાઇ સામે ગુજરાતના વેપારીઓનો નિર્ણય: 2022 સુધી ચીનને 1 લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવું છે
ચીનની અવળચંડાઇ સામે ગુજરાતના વેપારીઓનો નિર્ણય: 2022 સુધી ચીનને 1 લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવું છે

By

Published : Jun 19, 2020, 5:15 PM IST

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી સ્થિતિને લઇ સરકાર સહિત લોકો પણ માની રહ્યાં છે કે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો જોઈએ છે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉપયોગનો સમાવેશ થાય છે. વેપારી પણ માની રહ્યાં છે કે આ ઉદ્યોગમાં ચાઈનીઝ વસ્તુ સિવાય કોઈ વિકલ્પ જ નથી. સરકાર કોઇને કોઇ કરાવે તો લોકો ચાઈનીઝ વસ્તુ ખરીદતાં બંધ થાય પરંતુ બીજી તરફ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે ત્યારે વેપારીઓમાં પણ એક આશા છે કે ચાઈનીઝ વસ્તુઓનો વિકલ્પ જરૂરથી આવશે તેને સમય લાગશે પરંતુ લોકો પણ બધી વસ્તુઓ તરફ આકર્ષાશે.

ચીનની અવળચંડાઇ સામે ગુજરાતના વેપારીઓનો નિર્ણય: 2022 સુધી ચીનને 1 લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવું છે
ગુજરાત સહિત દેશભરમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓને પણ હવે ચાઈનીઝ વસ્તુ વેચવાની ઈચ્છા નથી અને તે લોકોને પણ એ જ સલાહ આપી રહ્યા છે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ. જ્યારે બીજી તરફ લારી ઉપરથી ચાઈનીઝ નામ હટાવી સાઈનીઝ નામ કરવામાં આવી રહ્યાં છે.વેપારી અગ્રણી આશિષ ઝવેરી જણાવે છે કે ઘણાં સમયથી અમે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે અને ચાઈનીઝ અવળચંડાઇ કરી છે તેના અનુસંધાને અમે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાને સમર્થન આપ્યું છે. લોકો પણ હવે સમજી રહ્યાં છે અને ચાઈનીઝ વસ્તુઓ હવે ધીરે ધીરે બંધ થઈ રહી છે. જોકે ચાઈનીઝ વસ્તુઓને સ્વતંત્રપણે બંધ કરી દેવી તે હાલના સંજોગોમાં શક્ય નથી. પરંતુ વડાપ્રધાનને જે પ્રમાણે આત્મનિર્ભર ભારતની વાત કરી છે તે પ્રમાણે સ્વદેશી વસ્તુઓ પણ લોકો સ્વીકારતા થશે પરંતુ તેને સમય લાગશે. લોકોએ પણ આત્મનિર્ભર બનવું પડશે એવી ૪૦૦ થી ૫૦૦ એવી વસ્તુઓ છે કે જેની સામે સ્વદેશી વસ્તુઓ મળી રહી છે તેનો બહિષ્કાર કરી રહ્યાં છે અને અમારો 2022 સુધીનો ટાર્ગેટ ચાઇનાને એક લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવાનો છે.

ABOUT THE AUTHOR

...view details