ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ - કોરોના

કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય એસ.ટી નિગમ દ્વારા બસોનું સંચાલન તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે. જેમાં 1લી, જૂનથી કન્ટેન્મેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના રાજ્યના તમામ વિસ્તારોમાં એસ.ટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ
ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ

By

Published : Jun 27, 2020, 1:07 PM IST

અમદાવાદઃ બસો શરુ કરવામાં આવી છે પરંતુ સોસીયલ ડિસ્ટન્સ, ઓછા મુસાફરો વગેરે કારણોને લઈને નિગમની આવક તળિયે છે. ત્યારે આગામી 1 જુલાઇથી નિગમની આવકમાં વધારો થાય અને મહત્તમ મુસાફરોને એસ.ટી બસનો લાભ મળે તે માટે આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય એસ.ટી નિગમ દ્વારા લેવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ
જે અંતર્ગત જિલ્લાથી જિલ્લા અને તાલુકાથી તાલુકાને જોડતી પોઈન્ટ ટુ પોઈન્ટ લોકલ સર્વિસનું સંચાલન હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોનું સંચાલન હાલ પૂરતું હંગામી ધોરણે સ્થગિત રહેશે. તમામ એક્સપ્રેસ સર્વિસોનું ઓનલાઇન બુકિંગ થઈ શકશે.આ ઉપરાંત નિગમની આવક વધારવા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમ કે રૂપિયા દસ કરતાં ઓછી પ્રતિ કિલોમીટર આવક ધરાવતી એક્સપ્રેસ કે લોકલ સર્વિસ રદ કરવામાં આવશે અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઈઝેશન કરવામાં આવશે. 15 કરતાં ઓછા મુસાફરો ધરાવતી એક્સપ્રેસ કે લોકલ સર્વિસને રદ કરવામાં આવશે અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઈઝેશન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોવાથી તમામ સર્વિસનું સંચાલન મુખ્ય રીતે મોટા વાહનોથી જ કરવામાં આવશે. જુદા જુદા વિભાગોએ આંતર સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવાની રહેશે. મહત્તમ ટ્રાફિક મળે તેવા પિકઅપ અને ડ્રોપ પોઇન્ટથી મુસાફરોનો સમાવેશ થાય અને સાથે થર્મલ સ્ક્રિનિંગ થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.જો એક જ ગ્રૂપમાં વધુ મુસાફરો દ્વારા વધુ રિઝર્વેશનની માગણી થાય તો બસોની ફાળવણી કરવાની રહેશે.ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એક તરફ મુસાફરો ઓછા મળે છે અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવાના હોવાથી ખર્ચો વધ્યો છે અને સામે આવક ઘટી છે ત્યારે નિગમ દ્વારા આવક વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details