ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Rain Update : રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક કરી

આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ(Gujarat Rain Update) પડ્યો હતો. આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એક સમીક્ષા બેઠક બોલાવી હતી(CM Bhupendra Patel called a review meeting on rainfall). ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને કઇ રીતે પહોંચી વળવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Gujarat Rain Update
Gujarat Rain Update

By

Published : Jul 10, 2022, 10:13 PM IST

Updated : Jul 10, 2022, 10:24 PM IST

અમદાવાદ : રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો(Heavy rains in South and Central Gujarat) હતો. જેમાં છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં સ્થિતિ ખુબજ કફોડી બની હતી. વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા અંગે મુખ્યપ્રધાને આ જિલ્લાના કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ ચિતાર મેળવ્યો(CM Bhupendra Patel called a review meeting on rainfall) હતો.

ભારે વરસાદમાં લોક સલામતીની ચિંતા - આ જિલ્લાઓમાં નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી. છોટાઉદેપુરમાં 400 લોકો, નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.

ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી - મુખ્યપ્રધાને આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય અને વરસાદને પગલે કોઈ જનહાની ન થાય અને ઓછામાં ઓછી નુકસાની થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.

બેઠકમાં ગુજરાતના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત - આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે.

મુખ્યપ્રધાનનું માર્ગદર્શન - મુખ્યપ્રધાને આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા 06 જિલ્લાના કલેક્ટરોને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં તારીખ 10 જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 જેટલા માર્ગો બંધ છે. સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યપ્રધાને માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને આથી સૂચનો આપ્યા હતા.

સાંજ સુધી રાજ્યમાં આટલો વરસાદ - રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે 8:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યપ્રધાને સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરે સ્થાનિક સ્તરેજ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવી તેમ તેમણે ઉમેર્યું હતું.

Last Updated : Jul 10, 2022, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details