અમદાવાદ :રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Gujarat Rain Update) મુજબ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં બે દિવસ પહેલા વરસેલા વરસાદે અનેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા, ત્યારે હવે ગઈકાલના ભારે ભફારા બાદ આજે વહેલી સવારથી અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં મેધરાજા રીમઝીમ તો કેટલાક (Rain In Ahmedabad) વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યા છે.
અમદાવાદમાં ધમારેદાર વરસાદ શરૂ -શહેરમાં ઘાટલોડિયા, SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા, સરખેજ, અખબારનગર, ચાંદલોડિયા, મણિનગર, ઘોડાસર, ઈસનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ (Moonsoon Gujarat 2022) નરોડા, નિકોલ, વસ્ત્રાલમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદથી ફરી એક વખત શહેર પાણી પાણી જોવા મળી રહ્યુું હતું. જેમાં સૌથી વધુ ચાંદખેડામાં થોડીવારમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.