ગુજરાત

gujarat

By

Published : Aug 15, 2022, 3:42 PM IST

ETV Bharat / city

પોલીસ હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અધિકારીએ આવકાર્યો ગ્રેડ પેનો નિર્ણય

અમદાવાદમાં સ્વતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે 15 august 2022 independence day પોલીસ જવાનોએ પરેડ કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. બીજી તરફ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ગ્રેડ પે મુદ્દે સરકારે લીધેલા નિર્ણયનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં પરેડ પ્રદર્શન જોવા માટે અનેક લોકો આવ્યા હતા.

પોલીસ હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અધિકારીએ આવકાર્યો ગ્રેડ પેનો નિર્ણય
પોલીસ હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અધિકારીએ આવકાર્યો ગ્રેડ પેનો નિર્ણય

અમદાવાદઃસમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી (15 august 2022 independence day) કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર (Ahmedabad police Headquarters) ખાતે પોલીસ જવાનોએ દિલ્હીની માફક પરેડ કરી હતી. આ ઉજવણીમાં (15 august 2022 independence day Celebration Ahmedabad) શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી (Ahmedabad police Commissioner) તેમજ અધિકારીઓ તથા પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ ઘ્વજ ફરકાવ્યો હતો. પોલીસે કરેલી પરેડ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે નિહાળી હતી. આ સાથે સરકારે ગ્રેડ પે મુદ્દે કરેલા નિર્ણયને આવકાર્યો હતો. જે પોલીસકર્મીએ ઉત્કૃઠ કામગીરી કરી હતી તેઓને મેડલ અને સર્ટિફિકેટ પણ આપીને સન્માન કર્યું હતું. પોલીસ ધવજવંદન કાર્યક્રમમાં પોલીસ પરિવાર તેમજ શહેરીજનો પણ આવ્યા હતા.

આ પણ વાંચોઃ કલાકારોની મહેનતને જોઈ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ આવી પહોંચી આ શહેરમાં

રૂપિયા 550 કરોડના ફંડની જાહેરાતઃગુજરાત રાજ્ય સરકારે પોલીસ પરિવાર માટે રૂપિયા 550 કરોડના ફંડની જાહેરાત કરી છે. ગ્રેડ પેમાં વધારાની માંગ વચ્ચે પોલીસના પગાર ભથ્થાંમાં વધારો કરાયો છે. ફિક્સ પગારદાર કોન્સ્ટેબલ એએસઆઈને વર્ષે રૂપિયા 98150નો વધારો થયો છે. જ્યારે કાયમી કોન્સ્ટેબલથી એએસઆઈને આ વર્ષે રૂપિયા 50થી 65 હજારનો ફાયદો સરકારે કરાવ્યો છે. રાજ્ય સરકારના અન્ય કર્મચારી વિભાગની સરખામણીમાં પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે નજીવો હોવાથી છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે સરકાર સામે માંગ કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યો છે. આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ કુલ 19 પોલીસ અધિકારીઓની આ માટે પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માનઃ રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આઈબીના પ્રભાતસિંહ ચૌહાણની આ યાદીમાં પસંદગી થઈ છે. આ ઉપરાંત ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ગોધરા રેન્જ આઈજી જી.એમ. એસ. ભરાડા એટીએસ ડીવાયએસપી વી.આર. મલ્હોત્રા એસઆરપી જુથ એક વડોદરાના ડીએસપી એચ એ પટેલ એસઆરપી જુથ 21 જામનગરના ડીવાયએસપી આર.પી.પટેલ અમદાવાદ ગ્રામ્ય પીએસઆઈ સુનિલ નાયર ભરૂચ પીએસઆઈ વાય જી ગઢવી ગાંધીનગર કમાન્ડો ફોર્સ પીએસઆઈ માનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ તમામ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર અધિકારીઓ તથા જવાનોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ અભિનંદન પાઠવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details