અમદાવાદ -ગુજરાત રાજ્યમાં હાલ શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે(politics got heated over education system). ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દાને લઈને એક બાદ એક નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં ભાજપના પ્રવક્તા અને ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ એક નિવેદન(Statement by Education Minister Jitu Waghani) આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેઓ અન્ય દેશ કે રાજ્ય માં જઈ શકે છે જેને લઇને એક મોટો વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે.
કેજરીવાલે ટ્વીટ કરી આપી માહિતી - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને તમામ પક્ષોને સાથે લઈને આપ સરકાર દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે. ગુજરાતમાં 27 વર્ષમાં પણ ભાજપ સારું શિક્ષણ આપી શકી નથી. ભાજપના લોકો પણ ગુજરાતના કથળતા શિક્ષણ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પક્ષપાતથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સરકારી શાળાઓનું નિરીક્ષણ કરશે.