અમદાવાદઃ અહીં ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં (Hearing on contempt of court) એફિડેવિટ (Affidavit in the High Court) રજૂ કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) સોગંદનામામાં વર્ષ 2018 થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યા અને રિસરફેસ કરાયા હોવાનો દાવો (Gujarat High Cout Ask to AMC) કર્યો હતો. આ સાથે ભીમજીપુરાથી ચાંદલોડીયા રોડ ઓવરબ્રિજ બનાવવાને લઇને પણ આયોજન કરાયું હોવા દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવેલા રિપોર્ટમાં નિર્દેશ કરેલા કયા કામ થઈ શકે તેમ નથી તે મુદ્દે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા - GPCBને પગલાં લેવા સૂચના
આગામી સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે
હાઈકોર્ટે આગામી સુનાવણી હવે 2022માં 10મી જાન્યુઆરીએ રાખી છે. આપને જણાવીએ કે ગુજરાત હાઇકોર્ટે એક નવતર પ્રયોગ શરુ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે નવેમ્બરમાં આદેશ કર્યો હતો કે કે લાંબા સમયથી પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટની અરજીઓ (contempt of court)ને બોર્ડ પર લાવવામાં આવે, જેથી અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા અમલવારી ન થઈ હોય તો પગલાં લઈ શકાય. ચીફ જસ્ટિસે કન્ટેમ્પ્ટની અરજીઓને પ્રાથમિકતા આપી એ તરફ નિર્દેશ કર્યો છે કે કોર્ટના આદેશની અમલવારી (Gujarat High Cout Ask to AMC) ન કરવામાં આવે તો કોર્ટ તેને સાખી લેશે નહીં.