ગુજરાત

gujarat

ETV Bharat / city

બનાસકાંઠા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે - પિટિશન

વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતી પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઈશ્યુ કરી છે અને અરજદાર સામે સાબરકાંઠા કલેકટરે એફઆઈઆર નોંધવાના કરેલા આદેશ સામે સ્ટે આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

બનાસકાંઠા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે
બનાસકાંઠા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

By

Published : Feb 19, 2021, 12:39 PM IST

  • લેન્ડ ગ્રેબિંગ મામલે બનાસકાંઠાના કલેકટરના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
  • કલેક્ટરે અરજદાર સામે પોલીસ એફઆઈઆર કરવાનો આપ્યો હતો હુકમ
  • વર્ષ 2020ના કાયદા અને ગેરબંધારણીય જાહેર કરવાની માગ

અમદાવાદઃ અરજદાર ઉપર આરોપ છે કે, વર્ષ 1972માં તેમણે ખોટી સહી કરીને જમીનનો ખોટો દસ્તાવેજ કરેલો છે. 1972માં અરજદાર 4 વર્ષનો હતો અને જમીન તેના પરિવારના સભ્યોના નામે થઈ હતી. એવામાં સાબરકાંઠાના કલેક્ટરે હુકમ કરેલો કે, અરજદાર સામે પોલીસ એફઆઈઆર દાખલ કરે.

હાઈકોર્ટમાં અરજદારની માગ હતી કે, આ કાયદાને ગેરબંધારણીય ઠેરવવામાં આવે

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કાયદાની જોગવાઈ મુજબ વિશેષ કોર્ટને એવી સત્તા આપવામાં આવી છે કે, સરકારી અથવા તો ખાનગી જમીનના જૂના કેસો પણ ખોલી શકાય અને જમીન માલિકી અંગે નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણય તમામને બંધનકર્તા રહેશે. આ પ્રકારની જોગવાઈઓ બંધારણની વિરુદ્ધ તથા કાયદાના એક પરિપ્રેક્ષ્યમાં રાખીને બનાવી છે. આ જોગવાઈઓના લીધે જૂના દસ્તાવેજો અને સક્ષમ કોર્ટ દ્વારા કરાયેલા જૂના હુકમને પણ અસર પડી શકે છે. આથી આ જોગવાઈઓને રદ્દ કરવી જોઈએ. તેમ જ ખાનગી જમીન પર આ કાયદો લાગુ કરવાથી તેનો દુરૂપયોગ થવાની પણ સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details