અમદાવાદઃ અમદાવાદના એક વૃદ્ધાએ કલેકટરને અરજી કરી હતી કે તેમનો પુત્ર તેમની સાથે અવારનવાર ઝઘડો કરી શાબ્દિક બોલાચાલી કરે છે. દીકરો માતાની શાંતિથી રહેવા ન દેતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. વૃદ્ધાએ કલેકટરને ફરિયાદ કરી હતી કે દીકરાના ઘરમાં રહેવાથી વૃદ્ધાને શાંતિ મળી શકે તેમ નથી. આ સામે કલેકટરે maintenance of welfare of parents and senior citizen act 2007 અંતર્ગત દીકરાને ઘર ખાલી કરી દેવા આદેશ કર્યો હતો જેને દીકરાએ હાઈકોર્ટમાં પડકાર (Gujarat High Court Undertaking) આપ્યો હતો.
વૃદ્ધાનો પક્ષ મુકતા એડવોકેટે કોર્ટમાં કરી રજૂઆત
વૃદ્ધાનો કોર્ટમાં પક્ષ મુકતા એડવોકેટ જીગર ગઢવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે દીકરો અવારનવાર શાબ્દિક બોલાચાલીથી માતાને પરેશાન કરે છે. દીકરાની માગણી છે કે પ્રોપર્ટી તેના નામ કરી દેવામાં આવે. પણ માતાએ તે ન કરતા દીકરો અવારનવાર માતા સાથે કંકાસ કરે છે. તેથી માતાએ કલેક્ટર સામે (maintenance of welfare of parents and senior citizen act 2007) રજૂઆત કરવી પડી છે. માતાએ કલેકટરને રજૂઆત કરી હતી કે તેમનો પુત્ર તેમને ઘરે પ્રવેશ આપી રહ્યો નથી. પુત્રએ માતાની મારી સાથે રહેવું હોય તો મારા શરતો પર રહેવું તેવી ધમકીઓ પણ આપી છે.
પુત્ર વતી વકીલે કોર્ટ સમક્ષ કરી રજૂઆત
પુત્રવતી કોર્ટમાં પક્ષ મૂકનારા વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 90 વર્ષના વૃદ્ધા પોતે કલેક્ટર પાસે જઈને (maintenance of welfare of parents and senior citizen act 2007) અરજી કરી શકે એટલી તેમની સ્થિતિ નથી. પરંતુ અન્ય ભાઈબહેનના માતાને ચઢાવવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ક્યારેય મારા માતાપિતાની દરકાર લીધી નથી. 1982 હું તેમની સાથે રહું છું. મારા પિતાના અવસાન દરમિયાન પણ તેમના અંતિમ સંસ્કારની વિધિઓ દરમિયાન હું હાજર રહ્યો છું. પિતાના ગુજરી ગયા બાદ પણ આજે ઘરે મારા માતા સાથે હું જ રહી રહ્યો છું. માતાના ઘર સિવાય હાલ મારી પાસે બીજું કોઈ ઘર પણ નથી.