અમદાવાદઃ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ (MLA land Grabbing Complaint) મામલે ઠાસરાના ધારાસભ્યએ (Congress MLA Kantibhai Parmar) કુલ 10 લોકો સામે ફરિયાદ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં એક ફરિયાદી દ્વારા પડકારવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટ તપાસ પર રોક (Gujarat High Court Stay ) લગાવવાનો આદેશ કર્યો છે.
કેસની વિગત - આ કેસની વિગત જોઈએ તો મૂળ જમીનના માલિકે 10 લોકો કે જેમની સામે ફરિયાદ થઈ છે, તેમને ભૂતકાળમાં પૈસા આપી તેમને જમીન ખેડવા આપી હતી. જે બાબતે સ્ટમ્પ પેપર પર લખાણ પણ કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં જમીનના માલિકે બારોબાર (MLA land Grabbing Complaint) આ 10 લોકોને જાણ કર્યા વિના જ આ જમીન ધારાસભ્યને વેચી દીધી. ત્યારબાદ આ અંગે ધારાસભ્ય કાંતિભાઈએ (Congress MLA Kantibhai Parmar)ફરિયાદ કરેલી છે.
ખેડાના ફાગવેલમાં જમીન પચાવવાનો મામલો -ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામમાં જમીન પચાવી પાડવા સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે (Congress MLA Kantibhai Parmar)10 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 1 શિક્ષકનો પણ સમાવેશ થાય છે. જેને એક શિક્ષક કે જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે, તે અરજદાર શિક્ષક દ્વારા રજૂઆત કરાઈ છે કે કથિત પચાવી પાડેલ જમીનને (MLA land Grabbing Complaint) તેની સાથે કોઈ લેવાદેવા નથી. જેથી તેની સામે થયેલ ફરિયાદ સાચી નથી. શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલ હોવાથી તેને આ જમીન પર કદી પણ ખેતી કે અન્ય કોઈ પ્રવૃત્તિ નથી કરેલી જેથી આ ફરિયાદ ખોટી છે.