- ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
- 10 વર્ષથી સજા ભોગવી રહેલી પત્ની થશે આઝાદ
- ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઇકોર્ટે રદ કર્યો
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમા આજે ગુરુવારે એક અનોખો કેસ સુનાવણી માટે આવ્યો હતો. જેમાં 10 વર્ષથી પતિની હત્યાના કેસમાં સજા ભોગવી રહેલી મહિનાની સજા કોર્ટે માફ કરી છે. આ પાછળનું મુખ્ય કારણ આપતા કોર્ટે નોંધ્યું હતું કે "ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહિ. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, ગુનો સાબિત કરવા માટે માત્ર કબૂલાત જ જરૂરી નથી પણ સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી છે. આમ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલો ચુકાદો રદ્દ કરી મહિલાની સજા માફ કરી હતી. હાઇકોર્ટે 50 વર્ષીય ભુજની મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કરતાં હવે એક દાયકા બાદ મહિલાને જેલમાંથી છુટકારો મળશે.
ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ શું છે સમગ્ર મામલો ?
મહત્વનું છે કે, વર્ષ 2011 માં ભુજમાં ઘર કંકાસથી કંટાળીને પત્નીએ પોતના પતિને ચપ્પુના 32 ઘા મારીને તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાના આરોપ સાથે મહિલાને ટ્રાયલ કોર્ટે સજા આપી હતી. 2013 માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મફત કાનૂની સહાય વતી એડવોકેટ દીપિકા બાજપાઈએ મહિલાનો કેસ લડતા હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પત્નીને ટ્રાયલ કોર્ટે કરેલી સજા હાઇકોર્ટે રદ્દ કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો
આ પણ વાંચો: ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ