- Gujarat High Court દ્વારા વીજ કંપનીઓને આપવામાં આવી લપડાક
- વર્ષ 2011થી 2014 દરમિયાન વસૂલાયેલો વધારાનો ચાર્જ પરત કરવો પડશે
- વધારાનો ચાર્જ પરત મેળવવા માટે ગ્રાહકોએ કરવી પડશે ફરિયાદ
ન્યૂઝ ડેસ્ક : ગુજરાતમાં વીજ કંપનીઓના ઉપભોક્તાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટ્રાન્સફોર્મર તેમજ વધારાના ચાર્જીસ વસૂલવા અંગે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા વીજ કંપનીને ઝટકો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે વધારાના રૂપિયા અરજદારોને પરત આપવા હુકમ કર્યો છે. હાઈકોર્ટના આ આદેશ બાદ વર્ષ 2011થી 2014 સુધીમાં જે ગ્રાહકોએ આ વધારાનો ચાર્જ ચૂકવ્યો હશે, તેની ફરિયાદ કરવા પર વીજ કંપનીઓએ ચાર્જ પરત આપવો પડશે.
જાણો હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના આદેશ પ્રમાણે અરજદારોને 4 અઠવાડિયામાં લીધેલી રકમ પરત કરાશે. હાઈકોર્ટના આદેશ બાદ 2011થી 2014 સુધીમાં જે ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસૂલ્યો હશે અને જો ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, નવા કનેક્શન માટે વદુ રકમ વસૂલાતી હોવાનો મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટ (Consumer Court) માં પહોંચ્યો હતો. જ્યાં ચુકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો હતો.