અમદાવાદગુજરાત હાઈકોર્ટે વિધાનસભામાં પસાર થયેલું બિલ કોર્ટના રેકોર્ડ પર મુકવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ભીડભાડ વાળા રોડ અને મહત્વના જંકશન પર પણ રખડતા ઢોરનો ત્રાસ (stray cattle)યથાવત છે, કોર્પોરેશનએ કામ કર્યાનો દાવો તો કર્યો પણ રસ્તા પર કામગીરી દેખાઈ નથી. કોર્પોરેશનના મગરમચ્છના આંસુ નહીં કામગીરી કરવી એવી હાઇકોર્ટે ટકોર (stray cattle problem)કરી છે. હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહવિભાગના સચિવને નિર્દેશ આપ્યો છે કે, રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે કામ કરતા એએમસી કે સરકારી કર્મચારીઓ અને પોલીસ પર જે લોકો હુમલો કરે છે કે ધમકી આપે છે.
આ પણ વાંચોGPSCની મુખ્ય પરીક્ષા અરજદારને આપવા દેવા હાઈકોર્ટનો આદેશ
FIR અંગે જણાવોઃ તેની સામે કેટલી એફઆઈઆર નોંધાઈ છે, તે જણાવો. જે અસામાજિક તત્વો કાયદો હાથમાં લે છે અને સરકારી કર્મીઓને તેમની ફરજનુ પાલન કરતા અવરોધે છે તેવા લોકો સામે કડક હાથ પગલા લેવામાં આવે, એફઆઈઆર નોંધો અને જરૂર જણાય તો તેમને કસ્ટડીમાં લો. જેથી, લોકો કાયદો હાથમાં લેવાનુ કૃત્ય કરે નહીં.
24 કલાક ઢોર પકડવા હુકમઢોરના ત્રાસને ડામવા માટે અને ઢોર રાખનારા માથાભારે તત્વો સામે કાર્યવાહીની વિગતો રજૂ કરે એવો અમદાવાદ પોલીસ કમિશનરને પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે (Gujarat High Court)અમદાવાદ મનપાને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક ઢોર પકડવા(High Court orders arrest of stray cattle) હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, આઠ નગરપાલિકા, છ રિજનલ નગરપાલિકા કમિશનરના તાબા હેઠળ આવતી 156 નગરપાલિકા આઠ દિવસમાં રખડતા ઢોર મુદ્દે તેનો રિપોર્ટ રજૂ કરે.
હાઇકોર્ટે પોતાનું કડક વલણ યથાવત રાખ્યુંહાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવાયું હતું કે 2019 થી જે આ રખડતા ઢોર અને રોડના બિસ્માર હાલતની PLI થઈ છે તેમાં આ વખતે એની સુનાવણીમાં હાઇકોર્ટે પોતાનું કડક વલણ યથાવત રાખ્યું છે. અમદાવાદ મનપાના સેક્રેટરીને પણ આદેશ કર્યો છે કે 24 કલાક સુધી રખડતા ઢોર ઉપર નિયંત્રણ રાખવામાં આવે અને ઘાસચારા માટે થઈને પણ કોર્ટેએ ટકોર કરી છે કે બિનઅધિકૃત રીતે જે ઘાસ વેચવામાં આવે છે તે તેના લીધે રખડતા ઢોર તેની પાસે આવી જતા હોય છે, તેના લીધે પણ ઘણો આતંક જોવા મળતો હોય છે. તો જે આ બિનઅધિકૃત રીતે કામ કરતા હોય તેની સામે પણ પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોરખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ પણ JMC ઘોર નિંદ્રામાં
રોજિંદા રિપોર્ટ રજૂ કરવા માટે આદેશરાજ્યમાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રખડતા ઢોરનો ત્રાસ વધી (gujarat cattle control bill ) રહ્યો છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર અને બિસ્માર રસ્તાના (gujarat high court hearing today) મુદ્દા પર સુનાવણી થઈ હતી. આ મામલે શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે, રોજિંદા રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારે રાજ્યમાં 52,000 રખડતા ઢોર હોવાનું પણ (gujarat government reply in high court) સ્વીકાર્યું હતું.
કોર્પોરેશને 21 ટીમોને લગાડી કામે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, 4થી 5 દિવસમાં નવા ઢોરવાડા ઊભા કરાશે. જ્યારે અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોર પકડવા માટે 21 ટીમને કામે લગાડી છે. જ્યારે CNCDના (cattle nuisance and control department) અધિકારીઓ અને કર્મચારીઓના સુપરવિઝન માટે અન્ય 2 અધિકારીઓને નિમવામાં આવ્યા છે. રાજ્યમાં ઢોર પકડવા જતા અધિકારીઓ અને કર્મચારીઓ પર સતત હુમલાઓની ઘટના બની રહી છે. આ પ્રકારની હિંસાએ સદોષ માનવવધનો પ્રયાસ ગણાય તેવી આ અંગે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત (gujarat high court advocates association) કરી છે. સાથે જ આવા કિસ્સામાં FIRમાં IPC સેક્શન 308, 338ની કલમો અને PASA હેઠળ કાર્યવાહીની માગ કરી છે.
HCનું કડક વલણ યથાવત્ તો રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું કડક (gujarat high court hearing today) વલણ યથાવત્ છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વિધાનસભામાં બિલ (gujarat cattle control bill) પસાર કર્યું તો સરકાર કેમ અમલવારી નથી કરતી.
આ પણ વાંચોઃરખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા
સદોષ માનવવધનો પ્રયાસ વધુ પડતો ગણાશે, સરકારની રજૂઆતજ્યારે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં (gujarat government reply in high court) જણાવ્યું હતું કે, સરકારની વિચારણા હેઠળ ઘણા પાસાઓ હજી પણ ચકાસવા પડશે. આ સાથે જ રાજ્ય સરકારે માલધારીઓના બચાવમાં રજૂઆત કરી હતી. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાના કેસમાં 338ની કલમ હેઠળ ફરિયાદ કે FIRની રજૂઆત વ્યાજબી છે. જ્યારે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો એ વધુ પડતો ગણાશે. સાથે જ કોર્ટના તમામ નિર્દેશોનો અમલ કરાવવા સરકાર કટિબદ્ધ છે.
કાયદાને હાથમાં લેનારા સામે કાર્યવાહી કરી એવો એક તો કિસ્સો બતાવો તો હાઈકોર્ટે (gujarat high court hearing today) આ અંગે જણાવ્યું હતું કે, આ કાયદાને હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરી હોય એવો એક પણ કિસ્સો બતાવો. હાઈકોર્ટે વિધાનસભામાં પસાર થયેલું બિલ (gujarat cattle control bill) કોર્ટના રેકોર્ડ પર મૂકવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે.