ગુજરાત

gujarat

ETV Bharat / city

ખરાબ રોડ અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું- કામગીરી માત્ર કાગળિયા પર પુરી ન કરો - અમાદવાદમાં રખડતા ઢોર

અમદાવાદ (Ahmedabad)માં ખરાબ રસ્તાઓ (Bad Roads), રસ્તાઓ પર રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા (Traffic Problems)ના મુદ્દા પર ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર (Ahmedabad Municipal Commissioner)ને આ મુદ્દે લીધેલા પગલાઓ પર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ખરાબ રોડ અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
ખરાબ રોડ અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

By

Published : Oct 22, 2021, 4:00 PM IST

  • રસ્તે રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને પાર્કિંગની સમસ્યાને લઈ હાઇકોર્ટનું આકરુ વલણ
  • માત્ર કાગળ પર કામ ના કરો, રસ્તા ઉપર કામ દેખાવું જોઈએ
  • ખાલી વાયદા અને સોગંદનામા નહીં ચાલે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં આજે અમદાવાદના બિસ્માર રોડ (Bad Roads), રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા (Traffic Problems)ના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી. કોર્ટે આ સમસ્યાઓને ગંભીરતાથી લીધી હતી. કોર્ટે મનપાને સ્પષ્ટ કહ્યું હતું કે કામગીરી માત્ર કાગળિયા ઉપર પુરી ન કરતા તેની અમલવારી પર પણ ભાર મૂકવામાં આવે

છેલ્લા 3 વર્ષથી ફક્ત સોગંદનામા જ થાય છે, રોડ-રસ્તાની હાલત જેમની તેમ

એડવોકેટ અમિત પંચાલે સુનાવણી દરમિયાન શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ મુદ્દે કોર્ટમાં ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ લોકો ટેક્સ ભરી રહ્યા છે તેમ છતાં લોકોએ કેમ હાલાકી ભોગવવી પડે છે? છેલ્લા 3 વર્ષથી માત્ર સોગંદનામા જ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રોડ રસ્તાની સ્થિતિ એની એ જ છે. આ વચ્ચે કોર્ટે ઘણા વચગાળાના મહત્વપૂર્ણ આદેશો કર્યા છે, પરંતુ તેની અમલવારી પણ કરાતી નથી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, ટેક્સના નાણાં લોકોને પરત આપવામાં આવે કારણ કે મનપા લોકોને સારા રસ્તા આપી શકતી નથી.

હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને મનપાને પ્રશ્નો કર્યા

આ ઉપરાંત આજે સુનાવણીમાં બિસ્માર રોડની સાથે સાથે શહેરમાં થઈ રહેલા આડેધડ પાર્કિંગ અને રસ્તે રખડતા ઢોર મુદ્દે પણ સુનાવણી થઈ હતી. અરજદારની રજૂઆત સાંભળી કોર્ટે ટ્રાફિક પોલીસ અધિકારી મનપા કમિશ્નરને કોર્ટમાં તેમના દ્વારા લેવામાં આવેલી એક્શન મુદ્દે સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનેક સવાલો પણ ટ્રાફિક પોલીસ અને મનપાને કર્યા હતા.

ખાલી વાયદા અને સોંગદનામા નહીં ચાલે: હાઇકોર્ટ

કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર કાગળ પર કામ ન કરો, રસ્તા ઉપર કામ દેખાવું જોઈએ. ખોટા વાયદા ન કરો, ખાલી વાયદા અને સોગંદનામાં નહીં ચાલે. વધુમાં કોર્ટે વેધક સવાલ કરતા મનપાના અધિકારીઓને પૂછ્યું હતું કે, અમદાવાદના રસ્તાઓથી મનપાના અધિકારીઓ ખુશ છે? શું અમદાવાદના રસ્તાઓની ગુણવત્તા યોગ્ય છે અને જો આવા રસ્તાઓથી અધિકારીઓ ખુશ હોય તો તે પ્રકારનું સોગંદનામું કરે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ રીતે પાઠવી શુભેચ્છા...

આ પણ વાંચો: આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિવસ, અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

ABOUT THE AUTHOR

...view details