ગુજરાત

gujarat

ETV Bharat / city

ફી મુદ્દે શાળા સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી

કોરોના મહામારીને લીધે જાહેર કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય લેવાના આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા અપીલ અરજી દાખલ કરવામાં આવી છે. આ અપીલ રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ સંચાલકો સાથે બે વખત બેઠક યોજવામાં આવી હોવા છતાં શાળા સંચાલકો ન માનતા હાઈકોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે. આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.

અમદાવાદ ન્યૂઝ
ફી મુદ્દે શાળા સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી

By

Published : Aug 24, 2020, 10:18 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, 17મી ઓગસ્ટ અને ૨૦મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે બેઠક યોજી ટ્યુશન ફીમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી. જો કે, શાળા સંચાલકો દ્વારા વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની વાત કરવામાં આવી છે.

ફી મુદ્દે શાળા સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી

20મી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં પણ શાળા સંચાલકોએ ટ્યુશન ફી સિવાય અન્ય ફી ન વસૂલવાની વાતનો સ્વીકાર કર્યો નથી. જેથી ગુજરાત હાઇકોર્ટ તેમને યોગ્ય નિર્દેશ આપે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કરવા માટે શાળા સંચાલકો અને રાજ્ય સરકારને સાથે બેસીને નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જો કે આદેશને 15 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકારે શાળા સંચાલકો સામે હાઇકોર્ટમાં અપીલ અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોને અગાઉ કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો હુકમ કર્યો હતો, જેની સામે ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને શાળાને તથા તેના સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મદદની જરૂર માંગ કરતી અરજી પર કોર્ટે ટ્યુશન ફી વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે બેસીને નવો ઠરાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details