અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તાજેતરમાં ગુજરાત પ્રવાસે (JP Nadda Gujarat Visit) હતા. તે દરમિયાન તેમણે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા ગણાવી હતી. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે તેમણે ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, કોર કમિટીના સભ્યો અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તે દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) કહી હતી.
ગુજરાત આઝાદી પહેલા જ ભારતની રાજકીય પ્રયોગશાળા રહ્યું છે - આ અંગે રાજકીય વિશ્લેષક જયંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં (Political Analyst on Political Laboratory) જણાવ્યું હતું કે, જે.પી. નડ્ડાનું વિધાન (JP Nadda on Gujarat Political Laboratory) નવું નથી. ગુજરાત ભૂતકાળમાં પણ રાજકીય પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) રહ્યું છે. ભારતના મોટા નેતાઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ વગેરે ગુજરાતમાં જન્મ્યા હતા. સાબરમતી આશ્રમમાં અંગ્રેજોને દેશમાંથી કાઢવા પ્રયોગો થતા હતા. આ માટે યોજાયેલી દાંડી યાત્રા પણ એક પ્રયોગ જ હતી. ગુજરાત રાજ્યની રચના બાદ કૉંગ્રેસની સરકારો બની હતી. ચીમનભાઈ પટેલે પોતાની સરકાર સામે જ વિદ્રોહ કર્યો અને તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં આંદોલનો થકી તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા.
વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા તે પણ એક પ્રયોગ - પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં અનામત આંદોલન બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારબાદ કેશુભાઈની સરકારમાં શંકરસિંહે વિદ્રોહ કર્યો અને ખજૂરાહો કાંડ થયો. ભાજપે સત્તા મેળવવા રામ મંદિરનું બીડું ઝડપ્યું અને બાબરી ધ્વંસ કરી તે પણ એક પ્રયોગ હતો. નરેન્દ્ર મોદી જ ગુજરાતમાં શાંતિપૂર્વક 5 વર્ષ શાસન કરનારા મુખ્યપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે (Narendra Modi as Gujarat CM) પ્રમોટ કરાયા તે પણ એક પ્રયોગ હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન પદે આવેલા આનંદીબેન પટેલે પણ પાટીદાર અનામત આંદોલનનો સામનો કરવો પડ્યો અને રાજીનામું આપ્યું એ પણ એક પ્રયોગ હતો. ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવાયા તે પણ એક પ્રયોગ જ હતો.
આ પણ વાંચોઃભાજપમાં જોડાવવાનો નિર્ણય મેં એકાએક નથી લીધો... આવું કહેવા પાછળ શું ઉદ્દેશ છે અશ્વિન કોટવાલનો
વિજય રૂપાણીનું રાજીનામું અને ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન, એક પ્રયોગ કે સ્ટ્રેટેજી - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda on Gujarat Political Laboratory) ગુજરાતમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયા પહેલાં વર્તમાન મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના રાજીનામા સંદર્ભે ગુજરાતને પ્રયોગશાળા (Gujarat is a Political Laboratory) ગણાવી હતી, પરંતુ વિરોધ પક્ષો કહે છે કે, ખરેખર ગુજરાત સરકાર કોરોના કાળમાં લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ છે. અધિકારીઓને ભરોસે ગુજરાત સોંપી દેવાયું હતું. ભાજપની સામે લોકોના મનમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં પાર્ટીમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ વધી રહ્યો હતો. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ અવારનવાર સ્ટેજ પરથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. તેને દબાવી દેવા આવો પ્રયોગ કરાયો હતો. આ ઉપરાંત સિનિયર નેતાઓને છોડીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા તે પણ ભાજપનો પ્રયોગ છે.