- રાજ્યમાં ફરી કોરોના વકર્યો
- ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો
- અમદાવાદમાં ફરી કોરોના વકર્યો
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતના કોરોના ગાઇડલાઇનનો ઉલ્લંઘન થયો હતો. તેને ધ્યાનમાં રાખીએ તો કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ ગત 24 કલાકમાં કુલ 451 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 328 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 97.53 ટકા નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,258 પોઝિટિવ કેસ છે. જેમાંથી 36 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,222 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ 4,409 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે, જ્યારે ગત 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 105 નોંધાયા છે. જે બાદ વડોદરામાં 71, રાજકોટમાં 37 અને સુરતમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા છે.