ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે. 24 કલાકમાં કોરોનાના નવા 1 હજાર 381 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 11 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 36 હજાર 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. કોરોનાની સારવાર લઈ રહેલા 1 હજાર 383 દર્દીઓ સ્વસ્થ થતા આજે રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાનાં નવા 1381 કેસ નોંધાયા, 1383 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ આંકડો 136004 થયો - ગાંધીનગર કોરોના
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે. 24 કલાકમાં કોરોનાના નવા 1 હજાર 381 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 11 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 36 હજાર 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે.
ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 179, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 176, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 104, સુરતમાં 132, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 90, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 69, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 34, વડોદરામાં 39, રાજકોટમાં 44, પાટણમાં 34, ભરૂચમાં 29, સુરેન્દ્રનગરાં 27, અમરેલીમાં 24, મહીસાગરમાં 27, પાટણમાં 26, કચ્છમાં 24, પંચમહાલમાં 23, ભાવનગરમાં 22 જામનગરમાં 22, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 21, તાપીમાં 21, અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 19, મહીસાગરમાં 19, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 18, જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 17, મોરબીમાં 17, ગીર સોમનાથમાં 15, જુનાગઢમાં 15, આણંદમાં 12, નર્મદામાં 11, સાબરકાંઠામાં 11, દેવભૂમિ દ્વારકામાં 8, ખેડામાં 8, નવસારીમાં 8, અરવલ્લીમાં 6, બોટાદમાં 6, છોટાઉદેપુરમાં 6, દાહોદમાં 4, પોરબંદરમાં 4, વલસાડમાં 4 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.
જ્યારે 89 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 3 હજાર 442 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 36 હજાર 651 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. કોરોના કેસમાં સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 179 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 132 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 311 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.