ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, છેલ્લા 24 કલાકમાં 2502 કેસ, 28 લોકોના થયા મૃત્યુ

આજે કોરોનાના નવા 2502 કેસ (Gujarat Corona Update) નોંધાયા હતા. તો બીજી તરફ આજે 7487 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાના કારણે આજ રોજ 28 દર્દીઓના મોત થયા છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, છેલ્લા 24 કલાકમાં 2502 કેસ, 28 લોકોના થયા મૃત્યુ
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, છેલ્લા 24 કલાકમાં 2502 કેસ, 28 લોકોના થયા મૃત્યુ

By

Published : Feb 8, 2022, 10:52 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો (Gujarat Corona Update) આવ્યો હતો. આજે કોરોનાના નવા 2502 કેસ (Corona positive case) નોંધાયા હતા. તો બીજી તરફ આજે 7487 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,61,305 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.23 ટકાએ પહોંચ્યો હતો. આ આંકડા ચોંકવાનારા છે કારણકે છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે પરંતુ, મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થયો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,25,892 રસીના ડોઝ અપાયા હતા.

રાજ્યમાં હાલ કેટલા કેસો એક્ટિવ

હાલ કુલ 33631 એક્ટિવ કેસ (Gujarat active case) છે. જે પૈકી 199 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 33432 સ્ટેબલ છે. બીજી તરફ 1161305 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10716 દર્દીઓનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 28 નાગરિકોનાં મોત થયા છે.

રસીકરણ અંગે હાલ શું પરિસ્થિતિ

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રથમ અને 18374 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4263ને પ્રથમ અને 66797ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19043ને પ્રથમ અને 55587ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 16505ને પ્રથમ અને 106323ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 38980ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 3,25,892 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,02,06,717 રસી (Gujarat Vaccination)ના ડોઝ અપાયા હતા.

ABOUT THE AUTHOR

...view details