અમદાવાદ:રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસો (Gujarat Corona Update)માં વધારો થઇ રહ્યો છે. તો રાજ્યમાં જાહેર સ્થળો પર લોકોની ભીડ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.. જેને કારણે આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ (Corona blast Gujarat) થયો છે. રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા હતા. જો કે ઓમિક્રોન(Omicron in Gujarat)નો એક પણ નવો કેસ નથી નોંધાયો.
શહેર | કેસો |
અમદાવાદ કોર્પોરેશન | 52 |
રાજકોટ કોર્પોરેશન | 20 |
વડોદરા કોર્પોરેશન | 15 |
રાજકોટ | 12 |
વલસાડ | 8 |
સુરત | 5 |
અમરેલી | 4 |
ગીર સોમનાથ | 4 |
ખેડા | 4 |
કચ્છ | 4 |
બનાસકાંઠા | 3 |
જામનગર | 3 |
આણંદ | 2 |
ગાંધીનગર | 2 |
ગાંધીનગર કોર્પોરેશન | 2 |
જુનાગઢ કોર્પોરેશન | 2 |
અમદાવાદ | 1 |
ભરૂચ | 1 |
ભાવનગર | 1 |
ભાવનગર કોર્પોરેશન | 1 |
જામનગર | 1 |
મહેસાણા | 1 |
નવસારી | 1 |
પંચમહાલ | 1 |
સાબરકાંઠા | 1 |
તાપી | 1 |
વડોદરા | 1 |
કુલ | 177 |
કોરોનાનો વિસ્ફોટ
હાલ ગુજરાત રાજ્યમાં 948 એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર છે. 938 સ્ટેબલ છે. 8,18,298 દર્દી ડીસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. સરકારી ચોપડે કુલ 10,113 દર્દીના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચૂક્યાં છે... જો કે, રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું.