ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 9 તારીખે સમગ્ર રાજ્યમાં 6275 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે એક પણ મૃત્યુ નોંધાયા નથી, જ્યારે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron case in Gujarat)નો એક પણ નવો કેસ નોંધાયો નથી, જ્યારે રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 236 નોંધાયા છે, જેમાંથી 186 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે.
સૌથી વધુ અમદાવાદમાં કેસો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2521 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1696, વડોદરા શહેરમાં 347 અને રાજકોટમાં 194 કેસ નોંધાયા છે. કુલ 1263 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 70 કેસ નોંધાયા
આજે કચ્છમાં 70 પોઝિટિવ કેસો (Kutch Corona Update) નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 303 પહોંચી છે. તો 56 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13225 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12810 છે. તથા આજ સુધી ઓમિક્રોનના 05 કેસો નોંધાયા છે.
આજે જૂનાગઢમાં કોરોનાના 47 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં પણ આજે સંક્રમિત કેસનો આંકડો પાછલા છ મહિના દરમિયાન સૌથી વધુ એટલે કે 47 નોંધાયો છે. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી સાથે-સાથે ઓમિક્રોન વેરિયન્ટનો કેસ જોવા મળ્યો નથી. જે ખૂબ જ રાહતના સમાચાર છે, પરંતુ આજે જૂનાગઢ જિલ્લામાં રસીકરણ અભિયાનને બ્રેક લાગી હોય તેવા હતાશાજનક સમાચાર પણ મળી રહ્યા છે.