ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ નવા 1302 કેસ નોંધાયા, 1246 ડિસ્ચાર્જ, 9ના મોત - વડોદરા કોર્પોરેશન

રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે રવિવારે છેલ્લા 24 કલાકમાં નવા 1,302 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. આ સાથે 1,246 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Oct 4, 2020, 8:27 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો સવા લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1,302 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે 9 દર્દીનાં મોત થયા છે. જ્યારે 1,246 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,42,700 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 181, અમદાવાદ કોર્પોરેશન 172, રાજકોટ કોર્પોરેશન 105, સુરત 102, વડોદરા કોર્પોરેશન 90, જામનગર કોર્પોરેશન 63, મહેસાણા 53, રાજકોટ 47, વડોદરા 43, ગાંધીનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, જામનગર 29, અમરેલી 27, ભાવનગર કોર્પોરેશન 25, ભરૂચ 22, પાટણ 22, સુરેન્દ્રનગર 22, જૂનાગઢ કોર્પોરેશન 20, અમદાવાદ 19, કચ્છ 19, પંચમહાલ 18, તાપી 17, મોરબી 14, જૂનાગઢ 13, ગીર સોમનાથ 12, ખેડા 12, નર્મદા 11, બનાસકાંઠા 10, દાહોદ 10, સાબરકાંઠા 10, આણંદ 8, નવસારી 7, ભાવનગર 6, છોટાઉદેપુર 6, દેવભૂમિ દ્વારકા 6 મહીસાગર 6, પોરબંદર 5 અરવલ્લી 4 બોટાદ 4 અને વલસાડમાં 2 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

જ્યારે 87 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3,499 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 37,634 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 181 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 102 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 283 સામે આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details